2. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

Q. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત ઉદા. દ્વારા સમજાવો.

Section-A
-ગુણ=1

વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

1 / 8

ઈ.સ.2014માં ભારતનો માનવવિકાસ આંક કેટલો હતો?

2 / 8

2014માં  માનવવિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદિઠ આવક કેટલા ડોલર હતી ?

3 / 8

માનવવિકાસ અહેવાલ કયાં વર્ષે રજૂ થયો ?

4 / 8

HDIનું મહતમ મુલ્ય કેટલું છે ?

5 / 8

2014માં માનવવિકાસ આંકની દ્રષ્ટીએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો ?

6 / 8

માનવવિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે.

7 / 8

2014માં વિશ્વમાં માનવવિકાસ-આંકની દ્રષ્ટીએ ભારતનો ક્રમ કેટલામો હતો ?

8 / 8

વિકાસએ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યુ હતું ?

Your score is

The average score is 90%

0%

Section-B
-ગુણ=1

=>જીવનના ભૌતિક ગુણવત્તાના આંક ડેવિસ મોરીસે રજૂ કર્યો હતો.

 =>સેનેટેશનની સુવિધા જીવનના ભૌતિક ગુણવત્તાના આંક સુધારો સૂચવે છે.

=> દર  વર્ષે પ્રત્યેક  1000  જીવતા જન્મેલા બાળકોમાં એક વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા ને બાળ- મૃત્યુદર કહે છે. 

=> દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાસ આવક મળે તેને માથાદીઠ આવક કહે છે.

Section-C
-ગુણ=2

રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ નીચે મુજબ છે : રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી :

  • બેવડી ગણતરી,
  • સ્વવપરાશની વસ્તુઓ,
  • ઘસારો જાણવાની મુશ્કેલી,
  • ગેરકાયદેસર આવક,
  • કર ટાળો, કરચોરી જેવી પ્રવૃત્તિઓ,
  • નિરક્ષરતા,
  • એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો

વગેરે જેવાં કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિદર જાણી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય નહિ.

 => બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે.

-જે પ્રજાનું સરેરાસ આયુષ્ય દર્શાવે છે.

=> કોઈ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહ માનવજીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. આ વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેના ઘટકોનો સમાવેશ થાય છે :

(1) ખોરાક (કૅલરી પ્રોટીન-ચરબી) 

(2) આરોગ્ય અને તબીબી સેવાઓ (વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ)

(3) રહેઠાણ અને કપડાં (ઓરડાની સંખ્યા, ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ)

(4) શિક્ષણ અને મનોરંજન (કેટલા ટકા વસ્તીને પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ મળે છે. ટીવી, થિયેટર્સ) વગેરે

(5) પરિવહન ને માહિતી પ્રસારણ સેવાઓ વસ્તી દીઠ રસ્તા-રેલવેની લંબાઈ, ટેલિફોન સંખ્યા

(6) ઊર્જાશક્તિ (માથાદીઠ ઊર્જાની વપરાશ)

(7) દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી

 (8) સરેરાશ આયુષ્ય

(9) બાળમૃત્યુનું પ્રમાણ 

(10) ડ્રેનેજની સુવિધા

ઉપરોક્ત 10 બાબતોનો સમાવેશ જીવનની ભૌતિક ગુણવતાના આંક (PQLI)માં સમાવિષ્ટ થાય છે.

Section-D
-ગુણ=3

  • સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક અને આર્થિક વિકાસ વચ્ચે સીધો અને ઘનિષ્ટ સંબંધ છે.
  • કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય આવક અને સંપત્તિમાં વૃદ્ધિ થાય તે આર્થિક વિકાસ સૂચવે છે.

         આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય.

=> જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય અને રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય છે. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણાશે.

=> આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહિ પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાય છે તથા બજારભાવે નહિ પણ સ્થિર ભાવે તેની ગણતરી કરવામાં આવે છે.

જે દેશનો આવક વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવક વૃદ્ધિ દર કરતાં વધારે હોય તો તે દેશનો વિકાસદર પણ વધારે છે તેમ કહેવાય છે.

 દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવનધોરણને ઊંચું લાવે, નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને ડેવિસ મોરીએ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. આ આંકમાં માનવજીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. જોકે આ ખ્યાલની કેટલીક સકારાત્મક બાબતોની જેમ મર્યાદાઓ પણ જોવા મળે છે. જે નીચે મુજબ છે :

મર્યાદાઓ :

(1) માત્ર ત્રણ જ બાબતોનો સમાવેશ : જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ-દર એમ ત્રણ જ બાબતોનો સમાવેશ કર્યો છે જેને આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહિ તે કહી શકાય નહિ. અન્ય બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ.

(2) માત્ર સરેરાશ દર્શાવે છે: જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળમૃ ત્યુ-દરના આંકને ૩ વડે ભાગવાથી મળતો સરેરાશ છે. આ સરેરાશથી આ ત્રણ બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહિ.

(3) બે દેશના વિકાસની તુલના અશક્ય : કોઈ પણ દેશનો PQLIનો દર ઊંચો હોય (હાલમાં) તો તે દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ કહી શકાય નહિ.

દા.ત., શ્રીલંકાનો PQLI ભારત કરતાં ઊંચો છે તેનો અર્થ એ નથી કે શ્રીલંકાનો વિકાસ ભારત કરતાં વધારે છે.

(4) ત્રણેય બાબતોનું મહત્ત્વ એક સરખું નથી : PQLIની રચનામાં શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ- દર એમ ત્રણેય ધોરણને માનવજીવનમાં એકસરખું મહત્ત્વ (100 આંક) અપાય છે જે અયોગ્ય છે, કારણ કે ત્રણેય બાબતો માનવજીવનમાં એકસરખું મહત્ત્વ ધરાવતી નથી.

(5) આવકવૃદ્ધિની ઉપેક્ષા : જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવકવૃદ્ધિ મહત્ત્વની છે છતાં તેની ઉપેક્ષા કરી છે.

(6) PQLI વધવાની ગતિ ધીમી : ધનિક દેશોમાં શિક્ષણ અને અપેક્ષિત આયુષ્યનો દર ઊંચો હોય છે જ્યારે બાળમૃત્યુ-દર નીચો હોય છે જેને આધારે તૈયાર થયેલ PQLI ખૂબ ઊંચો જોવા મળે છે. જે અમુક ઊંચી સપાટી બાદ તેની વધવાની ગતિ વિકસતા દેશો કરતાં ધીમી હોય છે. દા. ત., અમેરિકા, બ્રિટન, કેનેડા, જાપાન જેવા દેશોમાં PQLI વધવાની ગતિ ઓછી છે.

Section-E
-ગુણ=5

Q. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત ઉદા. દ્વારા સમજાવો.

આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ થઈ શકે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય બનતો નથી.

અર્થતંત્રમાં ક્રમે ક્રમે લાંબા ગાળે થતી નિયમિત ઉત્પાદનવૃદ્ધિને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે.
અર્થતંત્રમાં થતાં નવીનીકરણો ક્રમે અને સંશોધનો પર આધારિત ઉત્પાદન વૃદ્ધિને આર્થિક વિકાસ કહેવાય છે.
આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે.
આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ફેરફારો સાથે ગુણાત્મક પરિવર્તનો પણ આવે છે.
વિકસિત રાષ્ટ્રોની આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. દા. ત., અમેરિકા, જાપાન, કેનેડા
વિકસતા રાષ્ટ્રોની આવક વધે તે આર્થિક વિકાસ છે. દા. ત., ભારત, ચીન, શ્રીલંકા
વિકસિત રાષ્ટ્રોના આર્થિક પ્રશ્નો જેવા કે ગરીબી, બેકારી વગેરે આર્થિક વૃદ્ધિ સાથે સંકળાયેલા છે.
વિકસતા રાષ્ટ્રોના પ્રશ્નો જેવા કે ગરીબી, બેકારી, અસમાનતા વગેરે આર્થિક વિકાસ સાથે સંકળાયેલા છે.
આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસની સરખામણીમાં ખ્યાલ ધરાવે છે. મર્યાદિત ખ્યાલ ધરાવે છે.
આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિની સરખામણીમાં વિસ્તૃત ખ્યાલ ધરાવે છે.
આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે.
આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે.
આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે.
આર્થિક વિકાસ વિકસીત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે.
આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય छे.
આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી.
આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી હોય છે.
આર્થિક વિકાસની પ્રક્રિય ધીમી હોય છે.

Q. માનવ વિકાસ આંકમાં કઈ-કઈ બાબતોનો સમાવેશ થાય છે ? તેની સમજુતી આપો.

HDI તૈયાર કરવામાં સુગમ બને એ માટે માત્ર ત્રણ જ પરિબળો ધ્યાનમાં લેવાય છે. આ પરિબળોનાં અંકોની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરાય છે. 

(1) અપેક્ષિત આયુષ્ય :

=> જન્મસમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તીથી વંચિત ગણાય છે. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે.

(2). જ્ઞાન (શિક્ષણ) :

=>  શૈક્ષણિક સિદ્ધિઓ (જ્ઞાન)નો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે. જ્યારે જ્ઞાનનું પ્રમાણ જાણવા પુત્ર – શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. આમાં 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષરજ્ઞાનને ધ્યાનમાં લેવાયછે. જેમાં બે બાબતોનો સમાવેશ થાય છે.

(A) સ્કૂલિંગનાં સરેરાશ વર્ષ અને

(B) સ્કૂલિંગનાં અપેક્ષિત વર્ષો દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેનો આંક મેળવવામાં આવે છે.

(3) સારું જીવન ધોરણ :

– જીવનધોરણ દર્શાવતો આવકનો આંક આર્થિક સિદ્ધિઓ દવિ છે. જીવનધોરણ એટલે મળતી સગવડતા જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવા, સેનિટેશનની સેવા, બાળમૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેનાં બાળકોનો મૃત્યુ-દર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે અને સારા જીવનધોરણનો આધાર આવક ઉપર હોય છે. આવકનો સૂચક આંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક/સમખરીદશક્તિ (GNI), PPP/ના ધોરણે મપાય છે.

– ત્રણ ધોરણોને આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે.

=> HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. જે દેશનો HDI આંક 1 ની નજીક તે વધુ વિકસિત ગણાય છે. તેને HDI માં ઊંચો ક્રમ મળે છે. જે દેશનો HDI નો આંક 1 થી દૂર તે ઓછો વિકસિત છે. તેને HDI માં ક્રમ નીચો મળે છે.

=> વર્ષ 2014માં દુનિયાનાં 188 દેશોમાં HDIમાં 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 અંક સાથે 130માં ક્રમે હતો.

=>માનવવિકાસ આંકનું મહત્ત્વ જણાવો :

આ ખ્યાલમાં માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કરે છે. તેથી આ ખ્યાલ વધુ પરીપૂર્ણ બને છે.

=> HDI દેશની આર્થિક નીતિ ઘડનારાઓની સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદેશ્ય છે.

=>  વિકસતા દેશોને દેશમાં વિકાસની શક્યતા ક્યા વધારે છે ? તેનો ખ્યાલ સરકારને આપે છે.

=> HDI ના આંક વિધેયાત્મક છે. HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે.

=> સાચી પ્રગતિ = આર્થિક પ્રગતિ + સામાજિક પ્રગતિ. જે આ ખ્યાલમાં દર્શાવાય છે. તેથી આ ખ્યાલ વધારે પ્રગતિશીલ છે.

Leave a Comment