Section-A

અર્થશાસ્ત્રમાં આલેખ

1 / 11

આલેખ કે આકૃતિમાં Y- ધરી પર સામાન્ય રીતે શુ દર્શાવાય છે.

2 / 11

ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઈટ પરથી મેળવી શકાય છે?

3 / 11

આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે.

4 / 11

આલેખ કે આકૃતિમાં x- ધરી પર સામાન્ય રીતે શું દર્શાવાય છે.

5 / 11

વૃતાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે.

6 / 11

આલેખ દોરવા અને સમજવા માટે ક્યાં શાસ્ત્ર નું જ્ઞાન હોવું જરૂરી છે.

7 / 11

અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે ?

8 / 11

નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે ?

9 / 11

આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે ?

10 / 11

આલેખ કયાં વિતરણ માટે દોરવામાં આવે છે.

11 / 11

આર્થિક માહિતી અંગેની ડેટા CD કોણ તૈયાર કરે છે.

Your score is

The average score is 86%

0%

Section-B

Section-C
2-ગુણ

Q. અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્ત્વ જણાવો ?  

  • અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા સ્પષ્ટ બને છે.
  • અર્થતંત્રનાં જુદાં જુદાં વર્ષોનાં અલગ-અલગ પરિબળોનાં વલણો આકૃતિ અને આલેખ દ્વારા સહેલાઈથી સમજી શકાય છે.
  • અર્થતંત્રના જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે.
  • અઘરી બાબતો સમજવા-સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે.
  • અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે.
  • દા. ત., માંગ અને પુરવઠાના સિદ્ધાંતો

Q. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ  બાબતો ધ્યાનમાં રાખવી  જોઈએ ?  

(i) વર્તુળના 360 વૃત્તાંશ હોય છે.

(ii) માહિતીના દરેક પેટામૂલ્યના આધારે વૃત્તાંશ શોધવો.

(iii) પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360° થવો જોઈએ

(iv) જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુ-બાજુમાં દોરાય, તો કુલ મૂલ્યના આધારે જે-તે વર્તુળ દોરવામાં આવે છે. જેમાં નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે.

Q. આલેખના પ્રકાર જણાવો ?  

  1. સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો
  2. સતત આવૃત્તિ-વિતરણ ધરાવતી માહિતીના આલેખો,
  3. સ્તંભાલેખ,
  4. આવૃત્તિ બહુકોણ
  5.  આવૃત્તિ વક્ર અને
  6.  સંચથી આવૃત્તિ બહુકોણ,

Section-D
3-ગુણ

Q. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો ?  

Teachers Pack.pptx (1)

Q. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો ?  

કમ્પ્યૂટરના ઉપયોગનાં ભયસ્થાનો :

  • કમ્પ્યૂટર એક યંત્રસાધન છે તે અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવે છે પણ તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં કરી શકાય નહીં.
  • આપણને કમ્પ્યૂટરના પ્રોગ્રામની જાણકારી ન હોય તો ખોટી આકૃતિ કે આલેખ, ખોટી સરેરાશ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે.
  • ઘણી વખતે મટીરિયલ જો કમ્પ્યૂટરમાં યોગ્ય જગ્યાએ મૂકવામાં ના આવ્યું હોય તો ડિલીટ થઈ શકે છે.
  • કમ્પ્યૂટરમાં પડેલી માહિતી સરળતાથી ચોરાઈ જવાની શક્યતા રહે છે.
  • કમ્પ્યૂટર સિસ્ટમ ક્રેશ થાય તો તેમાં રહેલી તમામ માહિતી નાશ પામે છે.

ઇન્ટરનેટના ઉપયોગનાં ભયસ્થાનો :

  • ઇન્ટરનેટ પણ એક સાધન છે તે આપણી તર્કશક્તિ કે વિચારશક્તિનું સ્થાન લઈ શકે નહિ.
  • ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે.
  • વાંચકે ખોટી, ભ્રામક માહિતીથી દૂર રહેવું જોઈએ.
  • સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે છે.
  • જો કોઇ માહિતી વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી લેવામાં ન આવે તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે.

Section-E
5-ગુણ

Q. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેક્નોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો ?  

  • ટેકનોલૉજીનો ઉપયોગ :

[A] કમ્પ્યૂટર ટેકનોલૉજી :

આપણે શાળામાં કમ્પ્યૂટરનો ઉપયોગ અવાર-નવાર કરીએ છીએ. હવે તો તમારા મોબાઈલ ફોન પણ કમ્યુટરનું કામ આપી શકે તેવા જોવા મળે છે.

(1) પ્રેઝન્ટેશન બનાવવા :

અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજી શકાય.

(2) એક્સલ વર્કશીટ :

 અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. સંશોધના કરતા નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીન ચકાસણી કરે છે.

(3) આકૃતિ અને આલેખ દોરવા માટેનાં પ્રોગ્રામો :

 સામાન્ય રીતે વર્ડ ફાઈલમાં પુરવઠા અને માંગ રેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે. એકસલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે.

(4) અભ્યાસ સામગ્રી સાચવવા માટે :

=> અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન – સામગ્રીની જરૂર પડે છે. આથી તેને સાચવવી અતિ આવશ્યક છે.

=> આ સામગ્રીને કમ્પ્યૂટરમાં સાચવી શકીએ ઉપરાંત હાર્ડડિસ્ક કે પેન ડ્રાઈવમાં તેને સાચવી રખાય છે.

(5) અન્ય સાધનો :

=> આંકડાશાસ્ત્રનાં એડવાન્સ પ્રોગ્રામ જેવાં કે SPSS, SHAZAM, e – viewss, SAS વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે.

[B] ઈન્ટરનેટ ટેકનોલોજી :

(1) ટ્યુટોરિયલ : કેટલીક વેબસાઈટ પર આપણા વિષયના પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન વાંચવા લાયક સામગ્રી વગેરે Open access link માં મુકવામાં આવે છે.

(2) ત્વરીત શિક્ષણ કે જાણકારી : કેટલીક સંસ્થાઓ નિષ્ણાંતોના ભાષણો, ભાષણોનાં વિડિયો વગેરે Open access link પર મૂકે છે અને તે વર્ગ ખંડમાં ઉપયોગ કરી શકાય છે.

(3) વાંચવા લાયક સામગ્રી: અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિના મૂલ્યે વાંચવા મળે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાંતોના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે.

(4) આંકડાકીય માહિતી : અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, આયાત અને નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ આ બધી માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ બને છે. C.S.O, N.S.S.O, WHO, UNO, CMIE, ILO, IMF વગેરે વેબસાઈટનો ઉપયોગ થાય છે.

[C] કમ્પેકટ ડિસ્ક (CD) :

=> સંસ્થાઓ પ્રયોગશાળાો સંશોધન કેન્દ્રો, સંરકારી સંસ્થાઓ વગેરે જ સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની CD બજારમાં વેચવા મૂકે છે જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે.

Q. આપેલ માહિતીના આધારે વૃતાંશ આકૃતિ દોરો.

અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારનાં ચિત્રો દોરવામાં આવે છે : 

(1) આકૃતિ અને

(2) આલેખો

Q. આકૃતિ એટલે શું? તે શામાટે દોરવામાં આવે છે. ?

” સ્વયં સ્પષ્ટ અવલોકીત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ”

આકૃતિ :

  • અવલોક્તિ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ
  • આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી.
  • અસતત માહિતી માટે ઉપયોગી
  • વિજ્ઞાપન માટે અને સામાજિક સંસ્થાઓ માટે ઉપયોગી

Q. આલેખ એટલે શું? તે શામાટે દોરવામાં આવે છે. ?

” સતત અવલોકીત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ”

આલેખ :

  • અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ 
  • આલેખ દોરવામાંટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે.
  • સતત માહિતી માટે ઉપયોગી છે.
  • સંશોધનકારો તથા ઉચ્ચ શિક્ષણમાં ઉપયોગી છે.

Q. અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્ત્વ :

  1. અભ્યાસને સરળ અને સ્પષ્ટ બનાવવા માટે.
  2. જુદાં જુદાં વર્ષોનાં વલણો દર્શાવવાં,
  3. વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો દર્શાવવા.
  4. વિવિધ પ્રદેશો તેમજ સમયગાળાની સરખામણી કરવા.
  5. સમય, શક્તિ તથા નાણાંની બચત.
  6. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની સરળ સમજૂતી માટે.

Q. આલેખ અને આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 

  1. પસંદગી અને રજૂઆત
  2. સ્પષ્ટતા
  3. સ્કેલમાપ
  4. બંને ધરી પરની વિગતો
  5. આંકડાકીય માહિતીનો સ્રોત
  6. આંકડાકીય માહિતી ગણવાની રીત

Q. આકૃતિના પ્રકારો :

(1) ચિત્રાકૃતિ, (2) વિકિર્ણ આકૃતિ, (3) રેખા આકૃતિ, (4) વર્તુળ આકૃતિ, (5) સ્તંભ આકૃતિ અને (6) વૃતાંશ આકૃતિ 

Q. રેખા આકૃતિ :

“સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા તથા તેનો ઢાળ દર્શાવ છે.’’

Q. સ્તંભ આકૃતિ :

“સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે.’’

=> સ્તંભ આકૃતિના મુખ્ય ત્રણ પ્રકારો છે 

  1. સાદી સ્તંભ આકૃતિ,
  2. પાસપાસેની સ્તંભ આકૃતિ અને
  3. વિભાજિત સ્તંભ આકૃતિ,

=> સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

  1. સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ.
  2. સ્તંભની ઊંચાઈ મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ.
  3. સ્તંભની વચ્ચેનો ગાળો સરખો હોવો જોઈએ.
  4. સ્તંભ X ઘરી પર દોરવામાં આવે છે.
  5. સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે.

Q વૃત્તાંશ આકૃતિ :

એક વર્તુળને સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે.

વૃત્તાંશ = પેટા મૂલ્ય* 360

            કુલ મૂલ્ય 

=> વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

  1. કુલ  વૃતાંશ 360 હોય.
  2. પેટાવિભાગના વૃત્તાંશનો સરવાળો 360 થાય.
  3. બે વૃત્તાંશ આકૃતિ બાજુ બાજુમાં સરબામણી માટે દોરવામાં આવે છે.

=> આલેખના પ્રકારો :

  1. સામયિક શ્રેણીના આલેખો
  2. સતત આવૃત્તિ-વિતરણના આલેખો,

(a) સ્તંભાલેખ,

(b) આવૃત્તિ બહુકોણ 

(c) આવૃત્તિ વક્ર અને

(d) સંચથી આવૃત્તિ બહુકોણ,

3. લઘુગુણક આધારિત આલેખ,

Q.  અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેક્નોલોજીનો ઉપયોગ 

  1. કમ્પ્યુટર ટેક્નોલોજી

(I) પ્રેઝન્ટેશન બનાવવા માટે. 

(Ii) એક્સેલ વર્કશીટ,

(iii) આકૃતિ-આલેખ દોરવા માટે,

(iv) અભ્યાસ-સામગ્રી સાચવવા માટે,

(v) અન્ય સાધનો.

  2 . ઇન્ટરનેટ ટેક્નોલોજી

Q. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક (CD)નો ઉપયોગ :

  • પ્રયોગશાળાઓ, સંશોધનકેન્દ્રો, સરકારી સંસ્થાઓ આંકડાઓની CD બજારમાં વેચવા મૂકે છે.
  • રાષ્ટ્રીય આવકની ગણતરીની CD
  • વસ્તી-ગણતરીના આંકડાની CD
  • ઉદ્યોગોના સર્વેની CD
  • N.S.S.O. ની CD
  • CMIE દ્વારા વેચવામાં આવતી CD
  • CD વાપરવાની મુશ્કેલીઓ :
  • આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ.
  • સોફ્ટવેરના ઉપયોગની જાણકારી જરૂરી.