10. ઉદ્યોગ ક્ષેત્ર

Section-A
1-ગુણ

10. ઉદ્યોગક્ષેત્ર

1 / 12

ખેતીનો મુખ્ય વ્યવસાય કરનાર દેશ કયો છે ?

2 / 12

ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પડે છે ?

3 / 12

નીયેમાંથી  કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

4 / 12

ભારતમા રેલવે ઉદ્યોગ કયા ઉદ્યોગમાં કરવામાં આવે છે ?

5 / 12

ટચુકડા ઉદ્યોગ માટે મુડિરોકાણની મર્યાદા કેટલી છે ?

6 / 12

જાહેર ક્ષેત્ર એટલે શું ?

7 / 12

મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડિરોકાણ જરુરી છે.

8 / 12

વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું  હતું ?

9 / 12

વિશિષ્ટ આર્થિક વિસ્તારની શરુઆત કોણે કરી

10 / 12

2011-12માં  નાના પાાયાના ઉદ્યોગોનાં ................લાખ એકમો હતા.

11 / 12

ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો ?

12 / 12

વિશિષ્ટ આર્થિક વિસ્તાર અમલ ભારતમાં ક્યારે થયો ?

Your score is

The average score is 63%

0%

Section-B
1-ગુણ

=> ભારતમાં બીજી પંચવર્ષિય યોજના 1956 શરુ થઈ 

Section-C
2-ગુણ

ગૃહ ઉદ્યોગો :

(1) એક જ કુટુંબના સભ્યો દ્વારા વિજાણુ યંત્રોના નહિવત્ ઉપયોગથી ચાલતા ઉધોગને ગૃહઉદ્યોગ કહે છે.

(2) દા.ત., ખાદ્યપદાર્થ, અગરબત્તી, ખાદી કપડાં તૈયાર કરવાં વગેરે…

ટચૂકડા ઉદ્યોગ :

(1) જે ઉદ્યોગો શ્રમપ્રધાન પદ્ધતિ દ્વારા ચાલતા હોય અને જેમાં મૂડીરોકાણ ₹25 લાખ સુધી મર્યાદિત હોય તેવા ઉદ્યોગોને ટચૂકડા ઉદ્યોગ કહે છે.

(2) ઉદા. : માટીનાં વાસણો, ભરત-ગૂંથણ, ચામડું અને બૂટ-ચંપલ બનાવતા એકમો

1. નાના પાયાના ઉદ્યોગો :

(1) જે ઉદ્યોગોમાં ₹25 લાખથી વધુ અને ₹5 કરોડથી ઓછું મૂડીરોકાણ હોય

(2) જે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય

(3) જે મોટા ઉદ્યોગોને સહાયક હોય, તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. થમ

(4) દા.ત., ઓજારો, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુ ઉત્પન્ન કરતા ઉધોગો

મધ્યમ પાયાના ઉદ્યોગો :

(1) જે ઉદ્યોગોમાં ₹5 કરોડથી વધુ અને ₹10 કરોડ સુધીનું મૂડીરોકાણ હોય અને મૂડીપ્રધાન અથવા શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિથી કાર્ય કરતાં હોય તો તેને મધ્યમ પાયાના ઉદ્યોગો કહે છે.

(2) દા.ત., યંત્રો, રસાયણો, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેના ઉદ્યોગો.

મોટા પાયાના ઉદ્યોગો :

(1) જે ઉધોગોમાં ₹10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થતો હોય અને માત્ર મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વપરાતી હોય તો તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહે છે.

(2) દા.ત., રેલવેનાં સાધનો, વાહનો, લોખંડ-પોલાદ વગેરેના ઉધોગો.

જે એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય તો તેવા એકમોને જાહેરક્ષેત્રના ઉદ્યોગો કહે છે.

દા.ત., રેલવે, ટપાલ, ટેલિફોન વગેરે.

તેના મુખ્યત્વે ત્રણ ભાગ પડે છે :

(a) ખાતાકીય સંચાલન :

(b) જાહેર નિગમો

(c) સયુક્ત મૂડી કંપનીઓ 

  • ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો
  • સયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો
  • સહકારીક્ષેત્રના ઉદ્યોગો
  • જે ઉદ્યોગમાં  25 લાખથી વધુ અને ₹ 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય.
  •  શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય
  • ઉપરાંત મોટા ઉદ્યોગોને સહાયક બને તેવા ઉદ્યોગને નાના પાયાનો ઉદ્યોગ કહે છે.
  • સંયુક્ત મૂડી કંપની એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો એક ભાગ છે.
  • જે એકમોનું સંચાલન સરકાર કંપનીધારા મુજબ કરતી હોય અને એકમના શેર બહાર પાડી સરકાર મૂડી એકઠી કરતી હોય તો તેને સંયુક્ત મૂડી કંપનીઓ કહે છે.
  • દા.ત. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન.
  • સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલો એવો વિસ્તાર કે જ્યાં આયાત-જકાત દર અંકુશમુક્ત હોય અને આંતરરરાષ્ટ્રીય વેપાર પણ અંકુશમુક્ત હોય તેને વિશિષ્ટ આર્થિક વિસ્તાર (SEZ) કહે છે.
  • ભારતમાં SEZની સ્થાપના 1 એપ્રિલ, 2000થી શરૂ થઈ.
  • SEZનો મુખ્ય ઉદ્દેશ અંકુશમુક્ત નિકાસ કરવાનું વાતાવરણ સર્જવાનો હતો અને નિકાસ વધારવાનો હતો.
  • ભારતમાં SEZ મોડલ ચીનના SEZના મોડલ પરથી સ્વીકારવામાં આવ્યું છે.
  • SEZમાં કર રાહતો આપી વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવામાં આવે છે.
  • ભારતમાં SEZની સ્થાપના સાંતાક્રુઝ, કોચીન, કંડલા એ સુરત, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, ફાલ્તા નોઇડામાં કરવામ આવી છે.
  • ભારતના પ્રમુખ આઠ વિશિષ્ટ આર્થિક વિસ્તારો નીચે પ્રમાણે છે.

(1) સાંતાક્રૂઝ (મહારાષ્ટ્ર)

(2) કોચીન(કેરળ)

(3) કંડલા(ગુજરાત)

(4) ચેન્નાઈ(તામિલનાડુ)

(5) વિશાખાપટ્ટનમ(આંધ્ર પ્રદેશ)

(6) ફાલ્તા(પશ્ચિમ બંગાળ)

(7) નોઇડા(ઉત્તર પ્રદેશ)

(8) સુરત (ગુજરાત).

જે ક્ષેત્રમાં જાહેર અને ખાનગી એકમોનો સમન્વય હોય પરંતુ 51%થી વધુ મૂડી જાહેર ક્ષેત્રની હોય એટલે સંચાલન સરકારના અધિકાર ક્ષેત્રમાં જ હોય તો તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહે છે.

HPCL, BPCL, GSPC

Section- D
3-ગુણ

દેશના આર્થિક વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રનાં આંતરિક સાધનોના મહત્ત્વના વિકાસ માટે, કૃષિક્ષેત્રના વિકાસ માટે ઔદ્યોગિકીકરણ જરૂરી છે. આ ઔધોગિકીકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં, પણ સામાજિક, રાજકીય સ્થિરતા માટે ખૂબ જરૂરી છે.

રાષ્ટ્રીય આવક વધારવા :

રાષ્ટ્રીય આવક વધારવામાં ઉદ્યોગોનો મહત્ત્વનો ફાળો છે. ભારતની આઝાદી સમયે ખેતીક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું. જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટ્યું છે અને તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે. વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો 16.6 % હતો જે वर्ष 2013-14मां 27% થયો છે.

રોજગારી વધારવા :

ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણસ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી એટલે કે અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવને કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપે જોવા મળે છે. નાના પાયાના ઉદ્યોગો જે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. તેમનો વ્યાપ વધારવાથી રોજગારીમાં વધારો કરી શકાય છે.

વર્ષ 1950-51માં ઉદ્યોગોનો રોજગારીમાં ફાળો 10.6 % હતો જે વધીને 2011-12માં 24.3 % થયો હતો.

ગરીબી ઘટાડવા :

ઔદ્યોગિક એકમોનો વિકાસ થતાં ઔધોગિકક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો થાય છે. બેરોજગાર શ્રમિકોને રોજગારી મળે છે તથા આવક મળતાં તેમની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી સંતોષી શકાય છે.

આમ, ગરીબીમાં ઘટાડો થાય છે.

ખેતીનું આધુનિકીકરણઃ

ઉધોગો દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને યાંત્રિક ઓજારોનું ઉત્પાદન કરવામાં આવે છે.

જેનો વપરાશ કૃષિક્ષેત્રે થતાં કૃષિ ઉત્પાદન વધે છે.

10 કૃષિક્ષેત્રે ઉત્પન્ન થયેલી આ પેદાશનો ઉપયોગ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે થાય છે, ત્યાં ખેડૂતોને આવક મળી રહે છે.

ઉદ્યોગો કૃષિક્ષેત્રને વિકસાવવા મદદરૂપ કે પોષક છે. આમ, ઉધોગક્ષેત્ર દ્વારા કૃષિ ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેક્નોલોજીની મદદ પૂરી પાડી શકાય છે.

કૃષિ પરના શ્રમના ભારણને ઘટાડવા

કૃષિક્ષેત્રે મોટાભાગના શ્રમિકો રોકાયેલા હોવાથી શ્રમદીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે.

ઉદ્યોગો સ્થપાતાં કૃષિક્ષેત્રે રોકાયેલા પ્રચ્છન્ન બેકારોને રોજગારી મળે છે અને કૃષિ પર શ્રમનું ભારણ ઘટે છે.

તથા શ્રમદીઠ ઉત્પાદકતામાં વધારો થાય છે.

જે ઉધોગોમાં ₹25 લાખથી વધુ અને ₹.5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવતું હોય

જે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય થે જે મોટા ઉદ્યોગોને સહાયક હોય તો તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે.

નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ નીચે મુજબ છે :

રોજગારીનું સર્જન :

(1) નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી- સર્જનથી શક્યતાઓ રહેલી હોય છે. જેનું મુખ્ય કારણ તે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે.

(2) વર્ષ 1994-95भां 191.40 લાભ, 2001-02માં 249.33 લાખ અને વર્ષ 2011-12માં 1012.59 લાખ જેટલી રોજગારીનું સર્જન નાના પાયાના ઉદ્યોગો દ્વારા થયું હતું.

(3) નાના પાયના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી-સર્જનની ક્ષમતા વધારતા રહ્યા છે, જે ભારત જેવા દેશો કે જે અતિ વસ્તી અસ્તિત્વ ધરાવે છે તેમના માટે આશીર્વાદ રૂપ છે.

ઉત્પાદન વૃદ્ધિ :

(1) સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રોનું ઉત્પાદન કરે છે અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન-વૃદ્ધિ કરી શકાય છે.

(2) વર્ષ 1994-95માં ₹.1,22,154 કરોડ અને 2011-12भां ₹.18,34,332 કરોડનું ઉત્પાદન થયું હતું.

((3) નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિ નોંધવામાં આવી છે. જ્યાં ઉલ્લેખનીય બાબત એ છે કે, ઓછી મૂડીના ઉપયોગ દ્વારા આ ઉત્પાદન હાથ ધરવામાં આવે છે.

(1) નાના પાયાના ઉધોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે. ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને કારણે જ શક્ય બને છે.

(2) વર્ષ 1994-95માં 79.60 લાખ, 2001-02भां 105.21 લાખ અને વર્ષ 2011-12માં 447.73 લાખ એકમો નાના પાયા ક્ષેત્રે કાર્યરત હતા.

(3) જે નાના પાયાના એકમોનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકીકરણની સ્થાપના તરફનું પ્રયાણ છે.

નિકાસો :

(1) ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે.

(2) વર્ષ 1994-95માં ₹29,068 કરોડ, 2001-02માં

71,244 રોડ अने 2006-07भां ₹1,77,600 કરોડની નિકાસ થયેલ હતી.

(3) નાના પાયાના ઉધોગોની નિકાસ એ ભારતની વસ્તુઓ અને સેવાઓની વિદેશોમાં વધતી માંગ દર્શાવે છે. ભારત માટે તે વિદેશી હૂંડિયામણની આવક સર્જે છે જે દેશ માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવાઓની આયાત માટે ખૂબ જરૂરી બને છે.

  • વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં SEZના નામે ઓળખવામાં આવે છે, જેનું પૂર્ણ સ્વરૂપ Special Economic Zone છે.
  • સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલો એવો વિસ્તાર જ્યાં આયાત-જકાતના કર અને આંતરરાષ્ટ્રીય વેપાર અંકુશમુક્ત હોય તેને SEZ કહે છે.
  • ભારતમાં SEZની સ્થાપના 1 એપ્રિલ, 2000થી શરૂ થઈ.
  • SEZનો મુખ્ય ઉદ્દેશ અંકુશમુક્ત નિકાસ કરવાનું વાતાવરણ સર્જવાનો હતો અને નિકાસો વધારવાનો હતો.
  •  
  • SEZમાં કરરાહતો આપી વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવામાં આવે છે.
  • ભારતમાં SEZ મોડલ ચીનનાં SEZના મોડલ પરથી સ્વીકારવામાં આવ્યું છે.
  • SEZમાં એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં
  • આવે છે કે જેના આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે.
  • ભારતમાં SEZની સ્થાપના સાંતાક્રુઝ (મહારાષ્ટ્ર), કોચીન (કેરળ), કંડલા અને સુરત (ગુજરાત), ચેન્નાઈ (તામિલનાડુ), વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), / ફાલ્તા (પશ્ચિમ બંગાળ), નોઇડા (ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે.
  • SEZનો વિકાસ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, રશિયા, ફિલિપાઇન્સ અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે.
  • SEZમાં કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા SEZનું નિર્માણ કરી શકાય છે.
  • વિદેશી સંસ્થા દ્વારા પણ SEZનું ભારતમાં નિર્માણ કરી શકાય છે.
  • ઔધોગિક વિકાસ માટે સરકારે લીધેલાં પગલાંની ચર્ચા કરો.
  • ભારતમાં ઉદ્યોગો વધે તે માટે સરકારે લીધેલાં પાંચ ઉપાયો સમજાવો.

Section-E
5-ગુણ

રાજ્યની માલિકીનાં સાહસો : સરકાર દ્વારા પાયાના અને ચાવીરૂપ એવા ઉદ્યોગોની રચના કરવામાં આવે છે. આવાં ક્ષેત્રોમાં ખૂબ વધુ મૂડીની જરૂરિયાત હોય છે. તેમજ વધુ પ્રમાણમાં સાહસવૃત્તિ ધરાવતા હોય છે. જેના માટે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્ર તૈયારી દાખવતા નથી.

આયાત-જકાત : આયાત જકાત એટલે આયાત પર વેરો. સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં સ્થાનિક ઉઘોગોને રક્ષણ પૂરું પાડવા માટે આયાત-જકાત નામન શસ્ત્ર ઉપયોગમાં લે છે. જેના કારણે વિદેશી ચીજવસ્તુઓ મોંઘી બને છે અને આપણા દેશની ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અર્થે થતા ખર્ચ સમકક્ષ બને છે.

આર્થિક સહાય : સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. જેથી નીચા ઉત્પાદન ખર્ચને લીધે જે-તે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે અને શક્ય તેટલો કિંમતભાવ મેળવી પોતાની વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકે.

વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના વિવિધ ઔદ્યોગિક નીતિની રચના કરી તેમજ સમય અનુસાર તેમાં જરૂરી ફેરફારો કરી ઉદ્યોગોને મદદ કરે છે. આ ઉપરાંત આયાતનીતિ, નિકાસનીતિ, નાણાકીયનીતિ, રાજકોષીયનીતિ, કરવેરાનીતિ વગેરે નીતિઓ ઉદ્યોગોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા ગોઠવે છે.

ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન : ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા તેમજ તેને અનુકૂળ રીતે ચલાવવા માટે વિવિધ મદદ સરકાર દ્વારા પૂરી પાડી શકાય છે. જેમ કે નવા શરૂ થતા ઉદ્યોગોને રાહતદરે જમીન, વીજળી, પાણી, ઉપરાંત કરરાહતો પણ આપવામાં આવે છે. આ ઉપરાંત સસ્તું અને પૂરતું ધિરાણ પૂરું પાડવામાં આવે છે.

ટેક્નિકલ કૌશલ્ય અને તાલીમ : ઉદારીકરણ અને (2) માલિ વૈશ્વિકીકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં સક્ષમ બની રહે તેમજ તે હરીફાઈમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે હેતુથી સરકાર ઉધોગોના માલિકોને ટેક્નિકલ તેમજ વ્યાવસાયિક તાલીમ આપે છે. !

પાયાની સુવિધાઓ : ઉદ્યોગોના વિકાસ માટેની પાયાની સુવિધાઓ જેમ કે રોડ-રસ્તા, પાણી, વીજળી, બેન્કો, વીમા, ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવે છે. જેના કારણે ઉધોગો તેમના ખર્ચ કાબૂમાં રાખી શકે.

  •  પાયાની સુવિધાઓની પ્રાપ્તિને કારણે ઉદ્યોગો તેમનાં નાણાં, સમય અને શક્તિનો બગાડ અટકાવી ન્યૂનતમ ખર્ચે વસ્તુઓનું ઉત્પાદન કરી હરીફાઈમાં ટકી શકે છે.
  • આમ, દેશના સર્વાંગી વિકાસ માટે સરકાર ઔદ્યોગિક વિકાસ માટે ઉપર મુજબનાં પગલાં ભરે છે

(1) રોજગારીનું સર્જન : નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી-સર્જનની શક્યતાઓ રહેલી હોય છે. જેનું મુખ્ય કારણ તે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે તે છે.

(2) ઉત્પાદન વૃદ્ધિ : સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રોનું ઉત્પાદન કરે છે. અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે.

(3) ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ : નાના પાયાના ઉધોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે. ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને શક્ય બનાવે છે.

(4) નિકાસો : ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે.

(5) વિદેશી હૂંડિયામણની બચત : નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે એક તરફ નિકાસો વધારીને દેશને વિદેશી હૂંડિયામણની આવક મેળવી આપે છે. જ્યારે બીજી તરફ મોટાભાગની જરૂરિયાતની વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં ઘટાડો થાય છે.

(5) વિદેશી હૂંડિયામણની બચત : નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે એક તરફ નિકાસો વધારીને દેશને વિદેશી હૂંડિયામણની આવક મેળવી આપે છે. જ્યારે બીજી તરફ મોટાભાગની જરૂરિયાતની વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં ઘટાડો થાય છે.

(6) સમતોલ પ્રાદેશિક વિકાસ : મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, ઓછી સાધનસામગ્રી, ઓછાં સંસાધનો દ્વારા દેશના કોઈ પણ ભાગમાં શરૂ કરી શકાય છે. જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતા તે સમતોલ વિકાસ થવો શક્ય બને છે.

7) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ : ઉત્પાદન પદ્ધતિઓ બે પ્રકારની હોય છે :

મૂડીપ્રધાન પદ્ધતિ અને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. જે પૈકી મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમની પ્રક્રિયા થાય છે.

આનાથી ઊલટું શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન શ્રમ આધારિત હોય છે. તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે.

ભારત જેવા દેશો જ્યાં શ્રમની છત છે અને જ્યાં રોજગારી પ્રધાન ઉદ્યોગોની જરૂર છે તે દેશો માટે નાના પાયાના ઉદ્યોગો આશીર્વાદરૂપ છે.

(8) સમયનો ટૂંકોગાળો : નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે. આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ શકે છે. આમ, ખૂબ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન શરૂ થઈ શકે છે.

(9) વિકેન્દ્રીકરણ : મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે. કારણ કે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય છે.

જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોઈ તે અર્થતંત્રના નાના-નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે છે.

દેશમાં ઉત્પાદનાં સાધનો વણવપરાયેલાં કે વેર-વિખેર પડી રહ્યાં હોય તો તેનો ઉપયોગ કરી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. જેને સાચા અર્થમાં વિકેન્દ્રીકરણ કહેવાય છે.

(10) ઊંચો વિકાસદર : નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ઓછી મૂડી દ્વારા સ્થપાયેલ હોવાથી દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક વધારે છે. જે વિકાસનો દર સતત ઊંચો રાખે છે જે દેશના વિકાસ માટે જરૂરી છે.

 

Leave a Comment