11. ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો

Section-A
1-ગુણ

ભારતીય અર્થતંત્રનાં નૂતન પ્રશ્નો

1 / 10

વિશ્વમાં વિજ ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ ... છે.

2 / 10

2011 માં ભારતમા સાક્ષરતાનુ  પ્રમાણ  કેટલું હતું ?

3 / 10

2011માં  કેટલા % વસ્તી શહેરમા વસ્તી હશે  ?

4 / 10

કયા વર્ષમાં વિશ્વ આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી ?

5 / 10

આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે ?

6 / 10

આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા ?

7 / 10

ONGC ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી   ?

8 / 10

ભારતમાં રેલવેની સૌપ્રતમ શરુઆત ક્યારે થઈ હતી ?

9 / 10

ભારતીય બંધારણે કઈ વય સુધીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરિજીયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યુ છે ?

10 / 10

2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે ?

Your score is

The average score is 50%

0%

Section-B
1-ગુણ

Section-C
2-ગુણ

કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા દૂરના સ્થળે લાંબા સમયગાળા સુધી કરવામાં આવતો વસવાટ એટલે સ્થળાંતર.

‘જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવનધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે.’

સ્થળાંતર : (1) દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટેનું હોય છે. (2) નોકરી, વ્યવસાય, ધંધો કરવા માટે કે વધુ સારું જીવનધોરણ મેળવવા માટે હોય છે.

જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવનશૈલી અને અદ્યતન સગવડોથી આકર્ષાઈને પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે.

દા.ત., ગામડામાંથી શહેરમાં થતું સ્થળાંતર.

– ગામડાં કરતાં શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી, અત્યાધુનિક વાહનવ્યવહાર, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધો કે વ્યવસાયની તકોથી આકર્ષાઈને ગામડાંના લોકો શહેરમાં કાયમી વસવાટ માટે આવે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે.

આર્થિક વિકાસ થવાથી ઉદ્યોગો અને આંતર માળખાકીય સેવાઓનો વિકાસ અને વિસ્તાર થતાં કૃષિ વિભાગમાંથી શ્રમની હેરફેર ઉદ્યોગ અને સેવા તરફ થાય છે. જેથી શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે, તેથી શહેરીકરણ એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે.

ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે.

શહેરીકરણ એ એવી સામાજિક-આર્થિક પ્રક્રિયા છે, જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે જે નગર કે શહેરમાં પરિણમે છે.

પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. દા.ત., ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય.

Section-D
3-ગુણ

  • ભારતીય રેલવેનો પ્રારંભ અંગ્રેજોના શાસન દરમિયાન 16 એપ્રિલ, 1853ના રોજ મુંબઈ અને થાણા વચ્ચેના 22 માઇલના અંતરથી થયો હતો.
  • સ્વતંત્રતા પછી રેલવેનો વહીવટ ભારત સરકાર હસ્તક આવ્યો અને સરકારે એક અલગ ખાતા દ્વારા રેલવેનો વહીવટ કરવાનું શરૂ કર્યું.
  • આજે એશિયા ખંડમાં પ્રથમ સ્થાને અને વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું નેટવર્ક ભારતીય રેલવે ધરાવે છે. રેલવે ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ ગણાય છે જે આજે પણ આશરે 14 લાખથી વધુ લોકોને રોજગારી ક પૂરી પાડે છે.
  • 2012માં 8200 મિલિયન પેસેન્જર્સ અને 970 મિલિયન ટન માલનું વહન કર્યું હતું.
  • રેલવેના વિકાસથી ભારતના વિદેશવેપારને મોટા પ્રમાણમાંપ્રોત્સાહન મળ્યું છે.
  • રેલવેના વિકાસથી પ્રવાસન ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન મળતાં પ્રવાસન ઉદ્યોગ તરીકે વધુ ને વધુ વિકસતા જતા, રોજગારીનું ક્ષેત્ર વિકસેલું જોવા મળે છે.
  • રેલવેના વિકાસથી ખેતીના વાણિજ્યકરણને વેગ મળ્યો છે અને ખેતીના યાંત્રિક ઓજારને દૂર-દૂર વિસ્તાર સુધી પહોંચાડી શકાય છે.
  • રેલવે દ્વારા વ્યક્તિઓ પોતાના વતનમાં પણ જઈ શકે છે. રેલવેનો વિકાસ દેશની રાષ્ટ્રીય એકતામાં કડીરૂપ સાબિત થયો છે.
  • દરેક પંચવર્ષીય યોજનાઓમાં રેલવેના વિકાસ અને આધુનિકીકરણને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
  • કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા દૂરના સ્થળે લાંબા સમયાગાળા સુધી કરવામાં આવતો વસવાટ એટલે સ્થળાંતર.

સ્થળાંતરના પ્રકારો 

1. સ્થળ આધારિત સ્થળાંતર 

  • આંતરિક સ્થળાંતર
  • આંતરરાષ્ટ્રીય સ્થળાંતર

2. કારણ આધારિત સ્થળાંતર

  • આકર્ષણ સ્થળાંતર
  • અપાકર્ષણ સ્થળાંતર

સ્થળ આધારિત સ્થળાંતર : સ્થળ આધારિત સ્થળાંતરને બે વિભાગમાં વહેંચી શકાય છે :

  1. આંતરિક સ્થળાંતર
  2. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર

(1) આંતરિક સ્થળાંતર :

દેશના ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે.

દા.ત., ગુજરાત રાજ્યમાંથી દેશનાં અન્ય રાજ્યો કે શહેરોમાં જઈ વસવાટ કરે કે દેશનાં અન્ય કોઈ પણ ભાગના લોકો ગુજરાતમાં આવી વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહે છે.

(2) આંતરરાષ્ટ્રીય સ્થળાંતર :

એક દેશમાંથી બીજા દેશોમાં થતાં સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે.

દા.ત., ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી, વ્યવસાય કે ધંધાર્થે અથવા ઉચ્ચ જીવનધોરણની અપેક્ષાએ કાયમી વસવાટ કરે કે દુનિયાના કોઈ પણ દેશના લોકો ભારતમાં આવી વસવાટ કરે તો તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે.

કારણ આધારિત સ્થળાંતર : કારણ આધારિત સ્થળાંતરને બે વિભાગમાં વહેંચી શકાય છે :

(1) આકર્ષણ સ્થળાંતર

(2) અપાકર્ષણ સ્થળાંતર

(1) આકર્ષણ સ્થળાંતર :

જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે.

દા.ત., ગામડાંમાંથી શહેરોમાં થતું સ્થળાંતર.

(2) અપાકર્ષણ સ્થળાંતર :

જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો, વ્યવસાય કે નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટેના બીજા વિકલ્પો ન હોય કે અપૂરતા હોય, શિક્ષણની પૂરતી તકો ન હોય ત્યારે તેઓ ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે, ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર કહે છે.

દા.ત., ગ્રામ્ય સમાજનો નબળો વર્ગ ગામડામાં વધુ સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે.

Section-E
5-ગુણ

કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા દૂરના સ્થળે લાંબા સમયગાળા સુધી કરવામાં આવતો વસવાટ એટલે સ્થળાંતર.

સ્થળાંતરનાં કારણો

  1. આર્થિક કારણો
  2. સામાજિક કારણો
  3. રાજકીય કારણો
  4. કુદરતી કારણો

(1) આર્થિક કારણો :

સ્થળાંતરનાં કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ આર્થિક કારણ ગણાવી શકાય. આર્થિક કારણોમાં નીચે મુજબનાં કારણોનો સમાવેશ થાય છે.

નોકરી, વ્યવસાય કે ધંધા માટે : વ્યક્તિ જ્યારે નોકરી, વ્યવસાય કે ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે.

બદલી : જ્યારે વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતી હોય અને તેની બદલી દૂરના સ્થળે થતાં તેને તે સ્થળે સ્થળાંતર કરવું પડે તે.

કુદરતી સંપત્તિનો જથ્થો : જ્યારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય પરંતુ તે સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે તે સ્થળે થતું સ્થળાંતર.

દા.ત., UAEના દેશોમાં થતું સ્થળાંતર એ જ રીતે આઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા વંગેરે દેશોમાં થતું સ્થળાંતર.

શિક્ષણની તક મેળવવા : વ્યક્તિને જ્યારે પોતાના વતનમાં શિક્ષણની મર્યાદિત તકો હોય અને તેને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય ત્યારે તે શિક્ષણની વધુ સારી તકો મેળવવા વતનથી દૂર સ્થળાંતર કરે છે જે આગળ જતાં કાયમી સ્વરૂપ ધારણ કરે છે.

આરોગ્યની સુવિધા : જ્યારે વ્યક્તિ આરોગ્યની પૂરતી સુવિધાઓ પોતાના વતનમાં ન મેળવી શકતો હોય ત્યારે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા સ્થળાંતર કરે છે જેથી તે વધુ સારું તંદુરસ્ત જીવન જીવી શકે.

આયોજિત સ્થળાંતર : જ્યારે કુટુંબના સભ્યો આયોજન કરી કુટુંબના એક અથવા વધુ સભ્યોને આર્થિક પ્રવૃત્તિ માટે વતનથી દૂર વસવાટ માટે મોક્લે તે આયોજિત સ્થળાંતર તરીકે ઓળખાય.

(2) સામાજિક કારણો :

સ્થળાંતરનાં આર્થિક કારણો સાથે કેટલાક સામાજિક કારણો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમાં નીચે મુજબનાં કારણોનો સમાવેશ થાય છે :

લગ્ન : લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડી જે સ્થળે તેનાં લગ્ન થયાં હોય તે સ્થળે કાયમી વસવાટ કરે તે સ્થળાંતર સામાજિક સ્થળાંતર કહેવાય.

સામાજિક રીતરિવાજોમાંથી મુક્તિ મેળવવા : ગ્રામ્ય સમાજ મહદંશે પરંપરાવાદી રૂઢિચુસ્ત હોય છે જ્યારે શહેરી સમાજ મુક્ત વિચારસરણી તેમજ આધુનિક જીવનશૈલી ધરાવતો હોય છે. જેથી ગ્રામ્ય યુવા વર્ગ શહેરી વિચારશૈલીથી આકર્ષાઈને શહેર તરફ સ્થળાંતર કરતો હોય છે.

(3) રાજકીય કારણો :

યુદ્ધ અને અશાંતિ : જ્યાં વારંવાર યુદ્ધ થતાં હોય તેવા વિસ્તાર સતત અશાંત રહેતા હોય છે અને તે વિસ્તારની પ્રજા સતત ભયના ઓથાર નીચે જીવવા કરતાં સલામત અને શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે.

ઘર્ષણ નિવારવા : જ્યાં વારંવાર તોફાનો, ઘર્ષણ વગેરે થતા હોય એવા અશાંત વિસ્તારમાં પણ શાંતિ ઇચ્છતી પ્રજા । રહેવાનું પસંદ કરતી નથી અને ઘર્ષણથી દૂર શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે.

(4) કુદરતી કારણો કે પર્યાવરણીય પરિબળ :

કુદરતી આપત્તિઓ જેવી કે વારંવાર પડતો દુષ્કાળ, ધરતીકંપ, જ્વાળામુખી વગેરે જેવી કુદરતી આપત્તિ ધરાવતા વિસ્તારમાંથી લોકો સલામત સ્થળે સ્થળાંતર કરે છે.

પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. દા.ત., ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય.

ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં લોકોનું કરવામાં આવતું સ્થળાંતર એટલે શહેરીકરણ.

શહેરીકરણની અસરો

હકારાત્મક અસરો

  • માળખાકીય સુવિધામાં વધારો
  • ગરીબી ઘટાડવા
  • સાંસ્કૃતિક વિકાસ
  • આરોગ્યની સેવાઓનો વિકાસ
  • સામાજિક અસર રોજગારીની તકોનું સર્જન
  • ઊંચું જીવનધોરણ

નકારાત્મક અસરો

  • આર્થિક અસમાનતા
  • ગંદા વસવાટોનો પ્રશ્ન
  • કાયદો-વ્યવસ્થાની સમસ્યા
  • આંતરમાળખાકીય સુવિધાનો
  • પર્યાવરણીય પ્રદૂષણના પ્રશ્નો પરિવહન સેવાઓ

હકારાત્મક અસરો :

(1) માળખાકીય સુવિધામાં વધારો :શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીમો, વીજળી વગેરે જેવી માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થતાં આ બધાં જ ક્ષેત્રોમાં અનેકગણી રોજગારીની તકો ઊભી થઈ અને રોજગારીમાં વધારો થતાં લોકોની વસ્તુ ખરીદવાની શક્તિમાં વધારો થયો છે.

(2) ગરીબી ઘટાડવા : ગરીબી અને બેરોજગારી પરસ્પર સંકળાયેલાં છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવાક્ષેત્ર અને ઉદ્યોગક્ષેત્રમાં મોટા પ્રમાણભમાં રોજગારીનું સર્જન થાય છે તેથી ગરીબીમાં ઘટાડો થાય છે.

(3) સાંસ્કૃતિક વિકાસ :  શહેરોમાં શિક્ષણની સુદૃઢ સુવિધાઓ ઉપલબ્ધ બનતી હોવાથી માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે અને સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ મળે છે.

(4) આરોગ્યની સેવાઓનો વિકાસ :

શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરોની વસ્તીમાં વધારો થતાં તેમને શિક્ષણની સાથે-સાથે આરોગ્યની પણ અનેકવિધ જરૂરિયાતો ઉદ્ભવે છે. શહેરોમાં આધુનિક હોસ્પિટલો સ્થપાતાં આરોગ્યનો પ્રશ્ન હળવો બને છે.

(5)સામાજિક અસર : સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારની તુલનામાં શહેરી વિસ્તારના લોકો ઓછા રૂઢિચુસ્ત, ઓછા જડ હોય છે. શહેરોમાં એકબીજાના સંપર્કમાં આવવાથી લોકો નવું નવું શીખે છે અને જાણે છે. જેથી વાણી, વર્તન, વિચારો, રહેણીકરણી વગેરેમાં પરિવર્તન જોવા મળે છે.

(6) ઊંચું જીવનધોરણ :

શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ તથા અત્યાધુનિક માળખાકીય સુવિધાને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતાં શહેરોના લોકોનું જીવનધોરણ ઊંચું જોવા મળે છે.

(7) રોજગારીની તકોનું સર્જન : ગ્રામીણ વિસ્તારમાં વસ્તીનો મોટો ભાગ કૃષિક્ષેત્રે રોકાયેલો હોય છે. જ્યારે શહેરી વિસ્તારમાં કૃષિ ઉદ્યોગ અને સેવા એમ ત્રણે ક્ષેત્રે રોજગારીની તકો પ્રાપ્ત થાય છે.

નકારાત્મક અસરો :

(1) આર્થિક અસમાનતા :  શહેરીકરણની સૌપ્રથમ નકારાત્મક અસરમાં આર્થિક અસમાનતા ગણાવી શકાય. શહેરોમાં એક તરફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બૌદ્ધિક વર્ગ તેમજ સાહસિક નિયોજકો હોય છે જેઓ પોતાના ધંધા, વ્યવસાયના માલિકો હોય છે જેમની આવકનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે.

જ્યારે બીજી તરફ ગામડાંમાંથી શહેરોમાં આવેલો અભણ ગરીબ શ્રમિક વર્ગ હોય છે જેમને મજૂરી સિવાય કોઈ કૌશલ્યવર્ધક કામ મળી શકતું ન હોવાથી તેમની આવક નીચી રહે છે. આમ, આર્થિક અસામનતા શહેરોમાં ઊડીને આંખે વળગે છે.

( 2) સામાજિક અસમાનતા :

આર્થિક અસમાનતાની સાથે સામાજિક અસમાનતા પણ જોવા મળે છે. શહેરી સમાજનો ધનિક અને શિક્ષિત વર્ગ આધનિક વિચારસરણી ધરાવે છે. જ્યારે અશિક્ષિત ગરીબ વર્ગ રૂઢિચુસ્ત, કુંઠિત વિચારસરણીનો ભોગ બનેલો જોવા મળે છે.

(3) ગંદા વસવાટોનો પ્રશ્ન :

ગામડાંમાંથી શહેરોમાં આવતા શહેરી સમાજનો મજૂરવર્ગ ગરીબાઈને કારણે પાકાં મકાનોમાં રહેવાની ક્ષમતા ન ધરાવતો હોવાથી ગંદા, ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં રહે છે.

(4) કાયદો-વ્યવસ્થાની સમસ્યા :

અનિયંત્રિત શહેરીકરણને લીધે શહેરોમાં વસ્તી-વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. રોજગારીની પૂરતી તકો ન મળતા કે પૂરતી આવક ન મેળવતાં ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ શહેરોમાં રોજિંદી બનતાં કાયદો- વ્યવસ્થા તેને પહોંચી વળવા માટે અપૂરતા સાબિત થતાં પરિસ્થિતિ કથળતી જોવા મળે છે.

(5)આંતરમાળખાકીય સુવિધાઓનો પ્રશ્ન આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પરિવહન, આરોગ્ય અને રસ્તાની અપૂરતી સેવાઓ, દૂષિત પીવાના પાણીની સમસ્યા જેથી પાણીજન્ય રોગચાળાની સમસ્યા, વીજળીની અપૂરતી સુવિધાઓ, સ્વચ્છતાના પ્રશ્નો, રસ્તાની અપૂરતી સુવિધાઓ વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ફળ બને છે.

(6) પર્યાવરણીય પ્રદૂષણના પ્રશ્નો : શહેરીકરણ એ ઔદ્યોગિકીકરણનું પરિણામ હોવાથી શહેરોમાં અનેકવિધ ઉદ્યોગો સ્થપાયા હોવાથી દરેક પ્રકારના પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધે છે.

(7)પરિવહન સેવાઓ : શહેરી વિસ્તારમાં કોર્પોરેશન સસ્તા દરે ખોટ ભોગવીને પણ પરિવહન સેવા પૂરી પાડે છે. પરંતુ શહેરીકરણ વધતાં વસ્તી વધે છે અને જો પરિવહન સેવા વધારવામાં આવે તો સંસ્કારી ખોટમાં વધારો થાય.

 

Leave a Comment