7. વસ્તી

Section-A
1-ગુણ

7. વસ્તી

1 / 5

ભારતમાં  સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામા આવી  હતી ?

2 / 5

વસ્તીનીતી 2000માં કઈ બાબતને વધુ મહત્વ આપવામાં આવે છે ?

3 / 5

બધીજ સમસ્યાના મૂળમા કઈ સમસ્યા છે ?

4 / 5

ઈ.સ. 2011માં ભારતમાં કુલ વસ્તી કેટલી હતી ? 

5 / 5

ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ ?

Your score is

The average score is 80%

0%

Section-B
1-ગુણ

=> ઘટતા જતા મૃત્યુદરની સામે જન્મદરમાં ઘટાડાનું પ્રમાણ ઓછું હોય અને જેને પરિણામે વસ્તી વધારામાં જોવા મળતો વધારો એટલે વસ્તી વિસ્ફોટ

=> ચીને વસ્તી ઘટાડવા બે બાળકવાળાં દંપતિઓના મહત્વના લાભો પાછા ખેંચી લેવાજેવાલઅગત્યનાં પગલા લીધા છે.

Section-C
2-ગુણ

=> 1921 સુધીના સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલ વધારો ધીમો હતો. 1921ના વર્ષને બાદ કરતાં પછીના દરેક વર્ષમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો હતો. આથી વસ્તીવધારાની દૃષ્ટિએ 1921ના વર્ષને ‘મહાન વિભાજક વર્ષ’ તરીકે ઓળખવામાં આવે છે.

=> ઉત્પાદક વસ્તી એટલે કામ કરતી વસ્તી. સામાન્ય રીતે 15થી 64 વર્ષની વય-જૂથ ધરાવતી વસ્તીને ઉત્પાદક વસ્તી કહે છે. અનઉત્પાદક વસ્તી એટલે કામ ન કરતી વસ્તી. સામાન્ય રીતે 15થી 64 વર્ષ સિવાયની વસ્તીને અનઉત્પાદક વસ્તી કહે છે.

=> વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લઈ જવા માટે સરકાર દ્વારા લેવામાં આવતાં પગલાંને વસ્તીનીતિ કહે છે.

ઊંચા જન્મદર માટે જવાબદાર સામાજિક પરિબળો નીચે પ્રમાણે છે :

  1.  સાર્વત્રિક લગ્નપ્રથા 
  2. નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન
  3. પુત્રપ્રાપ્તિની ઘેલછા
  4. સંયુક્ત કુટુંબ પ્રથા

=>કુટુંબ નિયોજન :બે બાળકોનાં જન્મ વચ્ચે માતા-પિતા સ્વૈચ્છિક રીતે અંતર રાખે તો તેને કુટુંબ નિયોજન કહે છે.

આયોજિત માતૃત્વ અને પિતૃત્વ એટલે કુટુંબ નિયોજન.

Section-D
3-ગુણ

=>મૃત્યુદર : વર્ષ દરમિયાન દર હજારની માનવવસ્તીએ મૃત્યુ પામતાં વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે.

વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે છે.ભારતમાં નીચા મૃત્યુદરનાં કારણો નીચે પ્રમાણે છે.

(1) જીવનધોરણમાં સુધારો

(2) રોગચાળા પર નિયંત્રણ

(3) દુષ્કાળ પર અંકુશ

(4) કુદરતી આપત્તિઓ સામે રક્ષણ

=>જીવન ધોરણમાં સુધારો : આર્થિક વિકાસ વધતા લોકોની આવકમાં વધારો થયો છે. અને લોકોની આવક વધતાં જીવનધોરણમાં પણ સુધારો જોવા મળે છે. લોકોને પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ, પૂરતું શિક્ષણ, આરોગ્યની સારી સેવાઓ, પૂરતું રહેઠાણ, આંતરમાળખાકીય સુવિધાઓ મળતાં તેમના જીવનધોરણમાં સુધારો આવ્યો છે. પરિણામે મૃત્યુદર ઘટ્યો છે.

=> રોગચાળા પર નિયંત્રણ : શરૂઆતનાં વર્ષોમાં દેશમાં ક્ષય, મેલેરિયા, પ્લેગ, શીતળા જેવા જીવલેણ રોગોનાં કારણે મૃત્યુદર ઊંચો હતો પરંતુ 20મી સદીના અંતમાં વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે પ્રગતિ થવાથી રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. વિવિધ રોગપ્રતિકારક રસીઓ શોધાવાથી ઘણા જીવલેણ રોગો સામાન્ય બની ગયા છે, જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે.

=> દુષ્કાળ પર અંકુશ : વર્ષો પહેલાં દેશમાં જ્યારે જ્યારે દુષ્કાળ પડતા ત્યારે ભૂખમરાને લીધે ઘણાં માણસો મૃત્યુ પામતા હતા, પરંતુ વિજ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશ પાસે અનાજનો પૂરતો બફરસ્ટોક ઉપલબ્ધ છે. આમ, ભૂખમરાને કારણે થતાં મૃત્યુને ટાળી શકાયાં છે.

=> કુદરતી આપત્તિઓ સામે રક્ષણ : દેશમાં વર્ષો પહેલાં ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ત્સુનામી જેવી કુદરતી આપત્તિઓના કારણે મૃત્યુદર ઊંચો રહેતો હતો. પરંતુ આજે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર જેવી આંતરમાળખાકીય સુવિધાઓને લીધે આપત્તિ સ્થળ પર અનાજ, દવાઓ તેમજ અન્ય પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી પહોંચાડી શકાય છે જેથી મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે.

  • ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તીવધારો ઊંચા દરે થયો જેને વસ્તી-વિસ્ફોટ કહેવામાં આવે છે.
  • 1901માં ભારતની વસ્તી 23.8 કરોડ હતી, જે 1951માં 36.1 કરોડ થઈ અને 2011માં વધીને 121.02 કરોડ થઈ એટલે કે 60 વર્ષમાં 85.7 કરોડનો વસ્તી વધારો થયો. વૃદ્ધિદરની રીતે જોઈએ તો ભારતમાં સરેરાશ વૃદ્ધિ દર 2.5%ની આસપાસ રહેવા પામ્યો છે.
  • આમ 1970 પછી ભારતની વસ્તીમાં જે ઝડપી વધારો થયો છે તેને ‘વસ્તી-વિસ્ફોટ’ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તી-વિસ્ફોટ માટે મુખ્ય બે કારણો જવાબદાર છે :

(1) ઊંચો જન્મદર

(2) નીચો મૃત્યુદર

આમ વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્ત્વની સમસ્યા વસ્તીવધારાની છે.

Section-E
5-ગુણ

આર્થિક કારણો :

શિક્ષણનું નીચું પ્રમાણ :

  • શિક્ષણ અને વસ્તી વચ્ચે અતત્યંત જટિલ સંબંધ છે. જેમ દેશમાં શિક્ષણ વધે તેમ જન્મદર ઘટે છે. કારણ કે ભણેલા લોકો નાના કુટુંબના ફાયદાથી પરિચિત હોય છે. જ્યારે અભણ લોકો નાના કુટુંબનું મહત્ત્વ સમજતા નથી, માટે અભણોને ત્યાં બાળકોની સંખ્યા વધારે હોય છે. તેથી જન્મદર ઊંચો છે. ઉપરાંત દુનિયામાં અભ્યાસોથી એવું સાબિત થયું છે કે જો સ્ત્રી પ્રાથમિક ધોરણ સુધી ભણેલી હશે તો તેને ત્યાં ઓછાં બાળકોનો જન્મ થયો હશે. ભારતમાં બહેનોમાં શિક્ષણ ઓછું છે તેથી જન્મદર ઊંચો છે.
  • આવકનું નીચું પ્રમાણ :
  • ગરીબ કુટુંબમાં બાળક જવાબદારી નહીં પરંતુ અસ્ક્યામત ગણાય છે. ગરીબો બાળકને આવક કમાવવાનું સાધન ગણે છે. ‘ઝાઝા હાથ રળિયામણા’ એ કહેવત અનુસાર બાળક જેમ વધારે તેમ ભવિષ્યમાં કુટુંબની આવક વધારશે તેવી આશા રાખવામાં આવે છે. દા.ત. ચાની કીટલી, સ્કૂટર મિકેનિક, નાની હોટલોમાં ગરીબોનાં બાળકો નાનપણથી જ આવક કમાવાનું શરૂ કરી દે છે.

બાળમૃત્યુદરનું ઊંચું પ્રમાણ :

  •  જીવતાં જન્મેલા દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યાને બાળમૃત્યુદર કહે છે.

ભારતમાં બાળમૃત્યુદરનું પ્રમાણ

  • બાળમૃત્યુદર ઊંચો હોવાનાં કારણોમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો વગેરેને કારણે બાળમૃત્યુ વધારે થતાં હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે જે ઊંચા જન્મદરમાં પરિણમે છે.
  1. લોકશિક્ષણ અને જાગૃતિ
  2. કુટુંબનિયોજન કાર્યક્રમની અસરકારકતા
  3. વર્ષ 2000नी વસ્તીનીતિ 
  4. તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો
  5. મહિલાઓની લગ્નવય અને દરજ્જામાં વધારો
  6. પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો

લોકશિક્ષણ અને જાગૃતિ :

  • ભારતમાં વસ્તીવૃદ્ધિની સમસ્યાને લોકશિક્ષણ અને જાગૃતિના કાર્યક્રમોમાં… અટકાવવ
  •  નાના કુટુંબનું મહત્ત્વ લોકો સમજતા થાય તે માટે શિક્ષણ વધારવું
  •  સ્ત્રી શિક્ષણ અંગે જાગૃતિ લાવવી.
  •  મહિલા વિકાસના કાર્યક્રમ ઉપર ભાર મૂકવો.
  • સમાજમાં સ્ત્રીનો દરજ્જો ઊંચો લઈ જવો, તેને રોજગારીની તકો આપવી.
  • ૧૪ વર્ષ સુધીના શાળા અભ્યાસને ફરજિયાત બનાવવો.
  • પ્રાથમિક શિક્ષણ દરમિયાન શાળા છોડી જતા બાળકોનું પ્રમાણ ઘટાડવા અંગે પગલાં લેવાં.

કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા :

  • કુટુંબનિયોજનનો હેતુ કુટુંબમાં બાળકોની સંખ્યા મર્યાદિત કરવાનો છે. તેથી જો કુટુબંનિયોજન વધે તો વસ્તી વૃદ્ધિદર ઉપર અંકુશ આવી શકે. તે માટે..

(1) લોકશિક્ષણ અને

(2) કુટુંબ નિયોજન સેવાઓની સવલતો વધારવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

(3) કુટુંબનિયોજન માટેનાં સાધનો સાદાં, સસ્તાં અને સહેલાઈથી મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની છે.

(4) વંધ્યત્વીકરણના ઓપરેશન(નસબંધીના ઓપરેશન)ને અપાતું મહત્ત્વ ઘટાડીને બિનજરૂરી ગર્ભને અટકાવવાની નીતિ ઉપર વધુ ભાર મક્વામાં આવશે.

મહિલાઓની લગ્નવય અને દરજ્જામાં વધારો :

  • ભારતમાં ઊંચા જન્મદર માટે બાળલગ્નપ્રથા જવાબદાર છે. તેથી લગ્ન માટેની ઉમરમાં વધારો કરીને ખાસ કરીને મહિલાઓ માટે લગ્નવય વધારીને જન્મદર ઘટાડી શકાય. જો લગ્નવય વધશે તો મહિલાઓને લગ્નજીવનનો ગાળો ઓછો મળતાં બાળકો ઘટશે. તેથી 2000ની વસ્તીનીતિમાં મહિલાઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 20 વર્ષ સુધી લઈ જવાનું સુચવાયું છે.

પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો :

  • સરકાર તરફથી આપવામાં આવતાં પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો કુટુંબનિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વંધ્યીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે.
  • વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિનપ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. જેમાં બે બાળકવાળાં દંપતીઓના મહત્ત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જોકે થોડા સમયથી આમાં છૂટછાટો આપી છે તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે કરતાં વધારે સંતાન હોય તે દંપત્તિ ચૂંટણી લડી શકતા નથી.

તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો :

  • ભારતમાં મૃત્યુદર નીચો છે. છતાં દુનિયાના દેશોની સરખામણીમાં તે ઘણો ઊંચો છે. આઝાદી પછી ભારતમાં જન્મદર અને મૃત્યુદર ઘટ્યો છે. છતાં કેટલાંક પગલાંઓ દ્વારા હજુ પણ તે ઘટી શકે છે. જે પગલાં નીચે મુજબ છે :
  • બાળઆરોગ્યને લગતી સવલતો વધારવી
  • પ્રજનનને લગતી સવલતો વધારવી
  • રસીકરણના કાર્યક્રમને વેગ આપવો
  • AIDS અંગેની જાણકારી વધારવી

Leave a Comment