વિદેશવેપારનું સ્વરૂપ એટલે શું ? તેને અસર  કરતી બાબતો જણાવો ?

વિદેશવેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાંઓ જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડે અને તેને અલગ ઓળખ આપે. આયાત અને નિકાસ થતી વસ્તુઓની રચના અથવા તેમના પ્રકારો એટલે આયાત અને નિકાસનું સ્વરૂપ.

વિદેશવેપારનું સ્વરૂપ તેને અસર કરતાં સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે. જેમ કે,

(1) વિદેશવેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે :

વિદેશવેપારમાં નીતિવિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે. કેટલીક મૂડી સ્થાયી અને જંગ હોવાના કારણે ઓછી ગતિશીલ હોય છે, તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે. નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે. પરંતુ નિયોજનશક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે. જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે.

આમ, સાધનોની ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશવેપારનું કદ તેટલાં પ્રમાણમાં મર્યાદિત રહે છે.

(2) વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર :

વિદેશવેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે, જેથી વિવિધ જીવનધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય. વિદેશવેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. દા.ત., જે દેશોમાં વીજળીની અછત હોય ત્યાં માનવસંચાલિત (manually operated) મશીનોની માંગ વધુ હશે જ્યારે વધુ વીજળી ઉત્પન્ન કરતાં દેશોમાં સ્વયંસંચાલિત (automatic) મશીનોની માંગ વધુ પ્રમાણમાં હશે.

(3) પડકારજનક સ્વરૂપ :

વિદેશવેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે કારણ કે વિવિધ દેશોમાં વિવિધ ની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવો, પસંદગીઓ વગેરે હોય છે.  આવા બધા અવરોધો પાર વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે.

 (4) રાજનયિક પ્રયત્નો : વિદેશવેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાફી નથી હોતા. દરેક દેશની સરકારોએ રાજનયિક પ્રયત્નો કરવા પડે છે તથા સાથે-સાથે બીનઔપચારિક મિટિંગ તથા મેળા યોજવા પડે છે.  જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે.  દા.ત., ગુજરાત માં વેપાર વધારવા Vibrant Gujarat Summit યોજાય છે જયાં વિશ્વના અનેક દેશો અને વેપાર-ઉદ્યોગોના વૃધિઓ એકસાથે મળે છે અને જાણકારીની આપ-લે કરવા સાથે ગુજરાત રાજ્યની નીતિઓ,  સંસ્કૃતિ વગેરે માહિતી મેળવે છે.

 દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાના કારણે વેપારીઓનાં ઉત્પાદનન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે-સાથે રાજનયિક પ્રયત્નો જરૂરી બને છે.

 (5) વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો :

વિદેશવેપારમાં સર્વસ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે.  માટે વેપાર કરતાં દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે.  આ માટે વિવિધ હૂંડિયામણોના દર અને તેમાં થતી વધ-ઘટની જાણકારી હોવી બને છે.  જો મોંઘા ભાવે હૂંડિયામણ ખરીદવામાં આવે, તો વેપારમાં નુકસાન થઈ શકે.  માટે આ અંગે વેપારીઓએ કેટલીક વાર નિષ્ણાતોની સલાહ લેવી પડે છે.

 (6) વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો :

વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર  સંગઠન (WTO-world Trade Organization) જેવી સંસ્થાઓએ સાથે પ્રયત્નો કરવા પડે છે.  વેપારનું કદ વધારવા માટે દરેક મક્કમ ઇરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે.  જે પૈકી તેમણે તેમની નીતિઓ વેપારને વધુ અનુરૂપ બનાવવી દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લાં મને સ્વીકારવો જોઈએ અને દરેક દેશના વિવિધ નોનાં સંગઠનોએ વેપાર વધારવા  માટે સહકાર આપવો જોઈએ.

 (7) રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર :

વિદેશવેપારના કદ અને દિશા પર રાજકીય સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી હોય છે.  દા.ત., વિશ્વ યુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચેનાં વેપારના સંબંધો બગડે છે, તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાના પ્રયત્નો કરે જેથી દેશોનું ધ્યાન યુદ્ધ પરથી  હટીને વેપાર તરફ દોરાય/ખેંચાય.

 વળી, કોઈ એક દેશમાં વેપારનું કદ અને દિશા જે-તે દેશના વિચારો, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે.

 (8) અત્યંત મોટા પાયાનો વેપાર :

વિદેશવેપારનું કદ અત્યંત વિશાળ હોય છે તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, અનેક કાયદાઓ, અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલાં હોય છે.

 (9) વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ : આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ બીજા દેશની (જેની સાથે વેપાર કરવાનો હેતુ છે) અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની છે  જેમ કે, વેપારજન્ય વસ્તુ/સેવા માટેની પરવાનગી અને ચકાસણી, ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ, રાષ્ટ્રીય જકાતની ચૂકવણી, ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા દર્શાવતા પુરાવાઓ અને તેવાં  અનેક ધોરણો. વળી,  દરેક દેશના ગુણવત્તાનાં ધોરણો જુદાં હોવાનાં કારણે વેપાર કરનારાઓએ ઉત્પાદન પદ્ધતિઓ વિશેની જાણકારી પણ રાખવી પડે છે.  દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓની અને દવાની ગુણવત્તાનાં ધોરણો જુદાં હોય છે વેપારીએ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન કરાવવું પડે છે.

(10) હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા :

કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરીને વિશ્વબજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય છે. માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. વળી, કોઈ વસ્તુ કે સેવાની માંગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે અને આથી ગ્રાહકો વચ્ચે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે.

વિશ્વબજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ ઊંચું હોય છે. ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવવી પડે છે, પ્રચાર-ખર્ચ વધુ રાખવો પડે છે, વેચાણ-ખર્ચ ઊંચો હોય છે અને અન્ય ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ જો પોતાની વસ્તુને પૂરતા પ્રમાણમાં બજાર -તો મોટું નુકસાન ભોગવવું પડે છે.

આંતરિક અને વિદેશવેપાર વચ્ચેનો તફાવત

વિદેશવેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતાં જુદા હોય છે અને તેમાં અંતરાયો વધુ તથા આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. આ તફાવતના કેટલાક મુદ્દા નીચે જણાવ્યા મુજબ છે.

(1) કદના આધારે તફાવત : વિદેશવેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશવેપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે.

(2) વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ : આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાંજ થાય છે. વળી, પોતાના જ દેશની એક બૅન્કમાંથી બીજી બૅન્કમાં ચૂકવણી કરવાની હોય છે.

વિદેશવેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. હૂંડિયામણના દરોની જાણકારી રાખવી પડે છે, જે-તે દેશના કાયદાઓ મુજબ પરવાનગીઓ લેવી પડે છે. આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની બૅન્ક પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર મેળવવું પડે છે.

(3) ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો : આંતરિક વેપારમાં વિનિમય એકસમાન સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. પરંતુ વિદેશવેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા હોવાના કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે.દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડે છે.

(4) વાહન-વ્યવહાર ખર્ચનો તફાવત : વિદેશવેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન-વ્યવહાર ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે જે આંતરિક સરખામણીમાં વધુ હોય છે.

(5) હરીફાઈના પ્રમાણમાં તફાવત : આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય  તો પણ ઉત્પાદનનાં સાધનો, ટેક્નોલૉજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુપડતી હરીફાઈ કરી શકતા નથી. પરંતુ વિદેશવેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. વળી, કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે-તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજારહિસ્સો મેળવવા હરીફાઈ કરે છે.

દા.ત., જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ (કાર) ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતા તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું. જ્યાં રોજ નવા મોડલ, નવાં આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે. આજે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે છે.

(6) ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત : એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી,પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેનાં ધોરણો સમાન હોવાના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે અને તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન તે કરે છે.પરંતુ વિદેશવેપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે.

બીજા શબ્દોમાં, આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે. જ્યારે વિદેશવેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી થઈ શકતી નથી.

(7) વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત : પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલીઓ ઓછી પડે છે. પરંતુ વિદેશવેપારમાં દરેક દેશની વેરા, કાયદાકીય, પરવાના અંગેની પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે. અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અથરી અને ખર્ચાળ બાબત છે.

વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો:

  • વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો ઓછો રહ્યો છે પરંતુ વિકાસશીલ રાષ્ટ્ર તરીકે ભારત વિશ્વ વેપારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  • ભારતમાં નિકાસના વિકાસ દર કરતા આયાતનો વિકાસ દર વધારે રહ્યો છે. તેથી, નિકાસ કરતા જીડીપીમાં આયાતનો હિસ્સો વધુ છે.
  • ભારત વધુ નિકાસ કરી શકે છે કારણ કે તે હવે સ્પર્ધાત્મક ભાવે વધુ સારી અને ઇચ્છનીય ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે અને વધુ નિકાસપાત્ર સરપ્લસ ઉત્પન્ન કરી શકે છે.
  • 2014-15માં વિશ્વ વેપારમાં ભારતના કુલ વેપારનો હિસ્સો લગભગ 2.07% હતો.
  • 2014 માં વિશ્વ નિકાસમાં ભારતનો હિસ્સો 17% હતો અને વિશ્વ નિકાસમાં ભારતનો ક્રમ 19મો હતો.

ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરુપ અને દિશા:

1. ભારતના વિદેશ વેપારનું કદ: વિદેશી વેપારનું કદ એટલે દેશના માલસામાનની આયાત અને નિકાસનું કુલ મૂલ્ય અને વોલ્યુમ.

  • જો આયાત માટે ચૂકવણી અને નિકાસમાંથી ઉત્પન્ન થતી આવક વધે અને વિશ્વ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે, તો એવું તારણ કાઢવામાં આવે છે કે દેશના વિદેશી વેપારનું કદ વધ્યું છે.
  • સ્વતંત્રતા પછી શરૂઆતના વર્ષોમાં ઓછા વિકાસને કારણે આયાતનું કદ મોટું રહ્યું અને નિકાસ કરવાની ક્ષમતા ઓછી હોવાને કારણે ભારતની નિકાસ ઓછી રહી.
  • આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ટકાવી રાખવા માટે, ૧૯૯૧ પછી ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની માંગ ખૂબ ઊંચી રહી પરંતુ તેની સાથે નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો.
  • ૨૦૦૧માં ભારતના GDPમાં વેપારનો હિસ્સો ૧૯% હતો, જે ૨૦૧૪માં વધીને ૩૮.૩% થયો.

ભારતના વિદેશ વેપારની સ્વરુપ: વેપારની પ્રકૃતિ એટલે વેપારી માલની આયાત અને નિકાસની વસ્તુઓનું ચિત્ર.

  • 1950 થી 1960 ના દાયકામાં, ભારત જેવા ઓછા વિકસિત દેશમાં, ખાદ્યાન્નની આયાત અને વિકાસલક્ષી આયાત વધુ હતી. જ્યારે ચા, કોફી, શણ, અયસ્ક અને ખનિજો વગેરે જેવી પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ ઘણી વધારે હતી.
  • જ્યારે ભારત જેવો દેશ વધુ વિકાસ કરવાનું શરૂ કરે છે, ત્યારે સિત્તેર અને એંસીના દાયકામાં ખાદ્યાન્નની આયાત ઘટવા લાગે છે અને પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ ઘટવા લાગે છે અને ઔદ્યોગિક ચીજવસ્તુઓની નિકાસ વધવા લાગે છે.
  • 1991 પછી, ભારતમાં નિકાસ અને આયાતનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું. કુલ આયાતમાં ખાદ્યાન્ન, અન્ય કૃષિ માલ અને મૂડી માલની આયાતમાં ઘટાડો થયો. જ્યારે પરંપરાગત માલની નિકાસમાં ઘટાડો થયો અને ઔદ્યોગિક માલ અને બિન-પરંપરાગત વસ્તુઓની નિકાસમાં વધારો થયો.
  • 2014-15માં, ભારતે અનાજ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી. ભારતની માલસામાનની આયાત ઘટીને 9.8% થઈ ગઈ, જ્યારે વિકાસ પ્રક્રિયામાં વૈવિધ્યતાને કારણે નવા માલસામાનની આયાત વધીને 46.5% થઈ.
  • નિકાસનું સ્વરૂપ પણ બદલાયું છે. 2014-15માં ભારતની પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ ઘટીને 12.3% થઈ ગઈ. તેવી જ રીતે ચામડાના ઉત્પાદનોની નિકાસ ઘટીને 1.3%, કાપડના માલની નિકાસ 2%, તૈયાર વસ્ત્રોની નિકાસ વધીને 5.4%, ઉત્પાદિત ઉત્પાદનો વધીને 66.7% અને પેટ્રોલિયમ ઉત્પાદનો વધીને 18.5% થઈ ગઈ.

3. ભારતના વિદેશ વેપારની દિશા:

  • વિદેશી વેપારની દિશા એટલે વિશ્વના વિવિધ દેશો સાથે રાષ્ટ્રનો વેપાર સંબંધ.
  • આઝાદી પહેલા આપણો મોટો વેપાર ઇંગ્લેન્ડ સાથે હતો.

સ્વતંત્રતા પછી ભારતનો વેપાર:
ઈંગ્લેન્ડ: 1960-61: કુલ આયાતના 19% આયાત

  • 2007 પછી: ઘટીને 2% થી ઓછું થયું 1960-61: કુલ નિકાસના 26.8% નિકાસ
  • 2007 પછી: 4% સુધી ઘટાડી

યુએસએ: 1960 -61:29% કુલ આયાતના આયાત

  • 2007 પછી: ઘટીને 8% થી ઓછું થયું 1960-61: કુલ નિકાસના 16%
  • 2007 પછી: ઘટીને 12.7%

ઓપેક: ઔદ્યોગિકીકરણ અને વિકાસને કારણે પેટ્રોલિયમની આયાતમાં વધારો થયો.

  • 1960-61: માલસામાનની નિકાસ 4.1% હતી.
  • 2007 પછી: 16% થી વધુ વધારો થયો

રશિયા:

  • રશિયાથી આપણી આયાત વધુ હતી. જે ​​૧૯૮૦માં રશિયામાં આર્થિક કટોકટી પછી ઘટી ગઈ.
  • 2007 પછી કુલ વેપારી નિકાસ 4.5% થી ઘટીને0.6% થઈ ગઈ.

પરંપરાગત ભાગીદારો (ઇંગ્લેન્ડ, યુએસએ, ઓપેક, રશિયા) સાથેનો વેપાર ધીમે ધીમે ઘટ્યો અને વિકાસશીલ દેશો (પૂર્વ એશિયા, મધ્ય એશિયા, આફ્રિકા) સાથેનો વેપાર વધવા લાગ્યો.

વિકાસશીલ દેશો: 1960-61: આયાત 11.8% હતી,

  • 2007 પછી: 32% સુધી વધી
  • 2014 – 15: 59% સુધી વધી
  • 1960-61: નિકાસ 14.8% હતી
  • 2007 પછી: 42.6% સુધી વધી

આમ, ભારતે વિવિધ દેશો સાથે અને વિવિધ દિશામાં વેપાર કરવાના સફળ પ્રયાસો કર્યા છે.