સ્થળવર્ણન નકશા પરીચય

રુઢ સંજ્ઞાઓ

નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વીગતો દર્શાવવા માટે ચેક્કસ પ્રકારનાં ચિહ્નો વપરાય છે. આ ચિહ્નો ને રૂઢ સંજ્ઞાઓ કે સાંકેતિક ચિહ્નો કહે છે.

  • ભારતીય પ્રદેશના સ્થળવર્ણન નકશા ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે.
  • નકશામાં આપેલી રૂઢ સંજ્ઞાઓને આધારે તે નકશામાં દર્શાવેલી વસાહતો તથા પરિવહન પ્રણાલી વિશે જાણી શકાય છે.
  • વસાહતો લાલ રંગથી દર્શાવાય છે. નાનું ગામ કે મોટું શહેર હોય તે તેના અનિયમિત આકારથી ઓળખાય છે.
  • કેટલીક ગ્રામીણ વસાહતો પરિવહન માર્ગોની નજીક આવેલી હોય છે. તેમની લંબાઈ વધુ હોય છે, તેથી તેમને રૈખિક (Linear) વસાહતો કહે છે.
  • તે ઉપરાંત સુગ્રથિત (Compact), છૂટીછવાઈ અથવા પ્રકીર્ણ (Scattered) અને વૃત્તાકાર (Ring Type) વસાહત પ્રણાલી પણ હોય છે.

સ્થળ વર્ણન નકશાનું વાંચન અને અર્થઘટન