સામાજિક ધોરણો

સમાજશાસ્ત્રમાં ‘સામાજિક ધોરણો’ શબ્દનો ઉપયોગ સમાજમાં પ્રવર્તમાન નિયમો માટે થાય છે. આ ધોરણો સમગ્ર વિશ્વમાં વિવિધ સમાજોમાં જોવા મળે છે અને તે સમાજની રચનાનું આધારસ્તંભ છે. ધોરણો સભ્યોને યોગ્ય વર્તન માટે માર્ગદર્શન આપે છે અને સમાજની સુગ્રથિતતા જાળવી રાખે છે.

કલ્પના કરો કે જો શાળામાં કોઈ નિયમો ન હોય તો શું તે યોગ્ય રીતે સંચાલિત થઈ શકે? સામાજિક ધોરણો એક સુશોભિત અને સુવ્યવસ્થિત સમાજનું નિર્માણ કરે છે, જે વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે.

સામાજિક ધોરણો અનુસાર વર્તનની બે પ્રકારો

સમાજમાં, ધોરણોનું પાલન કરવાના સંદર્ભે બે પ્રકારના વર્તન જોવા મળે છે:

  • ધોરણ અનુરૂપ વર્તન (સામાજિક અનુરૂપતા) – જયારે વ્યક્તિ સામાજિક ધોરણોને સ્વીકારીને તેમનું પાલન કરે છે, જેમ કે લોકરીતિઓ, રિવાજો, મૂલ્યો, અને કાયદાઓ.
  • ધોરણ વિરુદ્ધ વર્તન (ધોરણભંગ અથવા સામાજિક વિચલન) ક્યારેક, જાણતા-અજાણતાં, કેટલાક સભ્યો ધોરણોથી વિરુદ્ધ વર્તે છે, જે સમાજમાં ગડબડ અને અસ્થિરતા પેદા કરી શકે છે.

 

સામાજિક ધોરણભંગની સમજ

દરેક સમાજના પોતાના આગવા ધોરણો હોય છે. સામાન્ય રીતે, લોકો ધોરણોને અનુસરે છે, પરંતુ કેટલાક સભ્યો સમયાંતરે ધોરણથી વિરુદ્ધ વર્તે છે. જો આવા ધોરણભંગનું પ્રમાણ વધે, તો તે સમાજ માટે પડકારરૂપ બની શકે છે. તેથી, સામાજશાસ્ત્રમાં ધોરણભંગ વર્તનના અભ્યાસને મહત્વ આપવામાં આવે છે, જેથી સમાજની સમજૂતી અને સુગ્રથિતતા જાળવી શકાય.

સામાજિક ધોરણભંગ વર્તન અને વ્યાખ્યા

હોર્ટન અને હન્ટ  “સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ.

' માર્શલ ક્લિનાર્ડ 'સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહ્ય વર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણભંગ કહેવાય.'

સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ મર્ટને ધોરણભંગના ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે એનોમીનો સિદ્ધાંત આપ્યો હતો.

જ્યારે હાવર્ડ બેકર, ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારાયેલ નિયામોના ભંગ તરીકે ઓળખાવે છે.  ટૂંકમાં સામાજિક ધોરણભંગ વર્તન એટલે સમાજે રચેલા કે પ્રસ્થાપિત કરેલાં ધોરણોથી વિરુદ્ધનું વર્તન કે ધોરણોનો ભંગ કરતું વર્તન. સમાજવ્યવસ્થાની જાળવણી માટે બે પ્રકારનાં ધોરણો જોવા મળે છે :
(1) હકારાત્મક ધોરણો એટલે કે વ્યક્તિએ કેવું વર્તન કરવું તે દર્શાવતાં ધોરણો દા.ત., વડીલોને આદર આપવો અને
(2) નકારાત્મક ધોરણો એટલે કે વ્યક્તિને કેવું વર્તન ન કરવું તે દર્શાવતાં ધોરણો. દા.ત., ચોરી ન કરવી.

ટૂંકમાં એમ કહી શકાય કે સામાજિક ધોરણો વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે, કયુ વર્તન ઉચિત છે કે કયું વર્તન અનુચિત છે. તે અંગેની સ્પષ્ટતા કરી આપતાં હોય છે. સામાજિક ધોરણોના નિર્માંણમાં વ્યક્તિ અને સમાજ બને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે, અને ઉલ્લેખનીય છે કે જે ધોરણોને સમાજનુ નિર્માણનું સમર્થન મળે છે, એવાં ધોરણોને જ સામાજિક ધોરણો કહેવાય, તમામ પ્રકારના ધોરણોને આપણે સામાજીક સામાજિક ધોરણ કહી શકીએ નહિ. સમાજ દ્વારા રચાયેલાં કે ઘડાયેલા આ ધોરણોનું પાલન કરીને વ્યક્તિ સામાજિક વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપે છે.

સામાજિક ધોરણભંગ વર્તનની આટલી પ્રાથમિક સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે તેની લાક્ષણિક્તાઓનો પરિચય મેળવીએ.

સામાજિક ધોરણભંગ વર્તનનાં લક્ષણો :

(1) સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે :

સમાજમાં પ્રસ્થાપિત ધોરણો વ્યક્તિના વર્તનમાં અભિપ્રેત થતાં હોય છે. ધોરણોના સંદર્ભમાં જ વ્યક્તિ સમાજમાં પોતાના વર્તન-વ્યવહાર કરતો હોય છે. આ અર્થમાં ધોરણ અનુરૂપતા અને ધોરણભંગ એ વાર્તનિક ઘટના છે.

(2) સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે :

વિશ્વનો કોઈ પણ સમાજ પછી તે સાદો સમાજ હોય કે વિકસિત સમાજ, તેમાં વત્તા-ઓછા પ્રમાણમાં ધોરણભંગ વર્તન જોવા મળતું હોય છે. સામાન્યતઃ સમાજનો દરેક સભ્ય ધોરણનું પાલન કરી વર્તન કરે એ ઇચ્છનીય હોય છે; પરંતુ હંમેશાં સમાજના તમામ સભ્યોથી દરેક પરિસ્થિતિમાં ધોરણોનું પાલન કરવું શક્ય બનતું નથી અને તેથી જ ધોરણભંગ વર્તનની ઘટના સર્જાતી હોય છે. આ અર્થમાં સામાજિક પોરણભંગ વર્તન એક સાર્વત્રિક ઘટના છે એમ કહી શકાય.

(3) સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે :

સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષ છે. એક સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હોય તે વર્તન બીજા સમાજમાં ધોરણભંગ વર્તન ન પણ હોય. દા.ત., ગુજરાતમાં મદ્યપાન કરવું તે ધોરણભંગ વર્તન છે, જયારે મહારાષ્ટ્રમાં તે ધોરણભંગ વર્તન ગણાતું નથી. કોઈ પણ સમાજનાં ધોરણોને તે સમાજની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે સીધો સંબંધ હોય છે. મૂલ્યો અને સંસ્કૃતિમાં તફાવત હોવાને કારણે તે સમાજનાં ધોરણો અન્ય સમાજ કરતાં અલગ હોય તે સમજી શકાય તેવી બાબત છે. આ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે.

(4) સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય :

જ્ઞાતિ, જાતિ, ધર્મ, ગામડું, શહેર જેવી બહુવિધતા ધરાવતા ભારતીય સમાજમાં ધોરણોની બહુવિધતા જોવા મળે છે. ધોરણોનું આવું વૈવિધ્ય ધોરણભંગ વર્તનની શક્યતા વધારે છે. આથી ધોરણભંગ વર્તનની સાથે સહ્ય વર્તનની સીમાના ખ્યાલને સમજવો જરૂરી છે. આ ખ્યાલ મુજબ જ્યાં સુધી સમાજના સભ્યો ધોરણની સહ્ય સીમા કે મર્યાદામાં રહીને વર્તન-વ્યવહાર કરે ત્યાં સુધી તે વર્તન ધોરણભંગ વર્તન ગણાતું નથી; પરંતુ જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજે નિયત કરેલી આ સહ્ય-સીમા રેખાને ઓળંગે છે ત્યારે તે સામાજિક ધ્યેયપ્રાપ્તિ માટે પડકારજનક બને છે. આથી વ્યક્તિનું કે સમૂહનું આવું વર્તન ધોરણભંગ વર્તન બને છે.

(5) સામાજિક ધોરણભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે :

દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવવા, વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરવા સામાજિક ધોરણો પડે છે. તેથી સ્વાભાવિક રીતે જ સામાજિક ધોરણ સાથે સામાજિક અપેક્ષાઓ જોડાયેલી હોય છે. સામાજિક વ્યવસ્થાની જાળવણી થાય, સામાજિક સંવાદિતા ટકી રહે અને સામાજિક ધ્યેયોની પ્રાપ્તિ સરળ બને તે માટે સમાજ પોતાના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. સમાજની આ અપેક્ષાથી વિરુદ્ધનું વર્તન સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખાય છે.

(6) સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે :

વ્યક્તિ કે સમૂહનાં જે વર્તનથી સામાજિક વ્યવસ્થાતંત્ર ખોરવાય એવી સ્થિતિ સમાજના મોટા ભાગના લોકો માટે હંમેશાં અનિચ્છનીય હોય છે. કોમી હુલ્લડો, નક્સલવાદ, નશીલાં દ્રવ્યોની હેરાફેરી જેવી અનેક પરિસ્થિતિ મોટાભાગના લોકો માટે અનિચ્છનીય હોય છે. ધોરણભંગ વર્તનથી ઊભી થતી અરાજક્તા તરફ તેઓ નારાજગી વ્યક્ત કરતા હોય છે. આ રીતે જોઈએ તો સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે.

સામાજિક ધોરણભંગ અને તેના પરિબળો

કોઈ પણ સમાજમાં ધોરણભંગ વર્તન માટે અનેક પરિબળો જવાબદાર હોય છે:

  • નબળું સામાજીકરણ

  • ધોરણોનો નબળો અમલ

  • નબળી સજાપદ્ધતિ

  • ધોરણોનો અસ્પષ્ટ વિસ્તાર

  • ભ્રષ્ટાચારયુક્ત અમલીતંત્ર

  • ધોરણો વચ્ચેની વિસંવાદિતા

  • બચાવ પ્રયુક્તિઓ અને સમૂહ માધ્યમો

આ પરિબળો ધોરણભંગની સ્થિતિ નિર્માણ કરવામાં સહાયક બને છે. સામાન્ય રીતે, સામાજિક ધોરણભંગ વર્તન સમાજ માટે હાનિકારક હોય છે, પરંતુ ક્યારેક તે પરિવર્તન અને વિકાસ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ઉદાહરણ તરીકે, રાજારામમોહન રાય દ્વારા સતીપ્રથાના વિરોધ અથવા ગાંધીજીની દાંડીકૂચ સામાજિક પરિવર્તન માટે ધોરણભંગના ઉદાહરણો છે.

અપરાધી અને સમાજવિરોધી વર્તન

સામાજિક પોરણભંગમાં અપરાધી વર્તન અને સમાજવિરોધી વર્તન બંનેનો સમાવેશ થાય છે:

  • અપરાધ: જ્યારે કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે તેને અપરાધ ગણવામાં આવે છે. દા.ત. 1961નો દહેજ પ્રતિબંધ કાયદો.

  • સમાજવિરોધી વર્તન: જ્યારે કોઈ વ્યક્તિ સમાજના લોકરીતિઓ, રિવાજો અથવા રૂઢિઓનું ઉલ્લંઘન કરે, ત્યારે તે સમાજવિરોધી વર્તન ગણાય. દા.ત. આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્ન.

બાળ અપરાધ

માનવજીવનના પ્રારંભિક તબક્કાથી જ બાળક સમાજનાં ધોરણો, મૂલ્યો, જેવી સાંસ્કૃતિક બાબતોને જીવનમાં આત્મસાત્ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. બાળક અન્યના અનુકરણથી શીખીને જીવનમાં સમજદાર વ્યક્તિ બનવા માટે તૈયાર થતો હોય છે.

બાળ અપરાધને અંગ્રેજીમાં Juvenile Delinquency તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે 7 થી 18 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહેવામાં આવે છે. 31-12-2015થી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ 18 વર્ષની ઉંમર સુધીના કોઈપણ બાળક દ્વારા થયેલ ધોરણવિરોધી વર્તન બાળ અપરાધ ગણાય.

બાળ અપરાધની વ્યાખ્યા:

  • પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર વિશાળ અર્થમાં, બાળકો કે કિશોરો દ્વારા કરવામાં આવેલા સમાજવિરોધી કૃત્યો કે જે કાયદાથી પ્રતિબંધિત હોય અથવા તેની સામે સત્તાવાર પગલાં લેવાયેલા હોય તે બાળ અપરાધ કહેવાય.

  • હંસા શેઠ: ‘બાળ અપરાધી’ તેવા બાળકો માટે વપરાય છે કે જેઓ સામે પોલીસ કે અદાલત દ્વારા સત્તાવાર પગલાં લેવાયા હોય.

ટૂંકમાં, બાળકો દ્વારા કરવામાં આવતું એવું વર્તન કે જે સામાજિક અને સાંસ્કૃતિક માળખા વિરુદ્ધ હોય તેને બાળ અપરાધ કહેવામાં આવે છે.

બાળ અપરાધનાં કારણો:

બાળ અપરાધ માટે એક જ કારણ જવાબદાર નથી હોતું. આ પરિબળો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. સામાન્ય રીતે, બાળ અપરાધ માટે જવાબદાર કારણોને બે મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય:

(1) સામાજિક અને આર્થિક કારણ :

બાળકોનાં ધોરણભંગ વર્તન માટે સામાજિક-આર્થિક કારણોની પ્રબળ અસર જોવા મળે છે. સામાજિક-આર્થિક કારણોમાં કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથો, સંપર્ક માધ્યમો વગેરેનો સમાવેશ થાય છે.

(અ) કુટુંબ :

કુટુંબ સામાજિકીકરણ કરનારું પાયાનું એકમ છે. માતા-પિતા અને બાળકો વચ્ચેના ખામીભર્યા સંબંધો, કુટુંબનું કદ, માતા-પિતા દ્વારા પ્રયોજવામાં આવતી નિયંત્રણશૈલી, કુટુંબનું શિક્ષણ, સામાજિક-આર્થિક સ્થિતિ વગેરે બાળકનાં સામાજિકીકરણ પર અસર કરે છે.

કુટુંબ દ્વારા બાળકને મળતા પ્રેમ, લાગણી અને હુંફ વડે બાળકની શારીરિક-માનસિક જરૂરિયાતો સંતોષાતી હોય છે. જો પરિવારમાં પતિ-પત્ની અથવા માતા-પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો ખામીભર્યા હોય તો બાળકના ભાવનાત્મક વિકાસ પર વિપરીત અસર થાય છે.

કૌટુંબિક વિસંવાદિતા બાળકમાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્માવે છે. તે ઘરની બહાર વધુ સમય વિતાવે છે, અને જો તેને યોગ્ય વાતાવરણ ન મળે તો તે અપરાધી પ્રવૃત્તિ તરફ ધકેલાઈ શકે છે.

ગરીબ કુટુંબમાં, વધુ બાળકો હોવાને કારણે તેઓના શિક્ષણ પર અસર થાય છે અને ઘણીવાર બાળમજૂરી કરવાની ફરજ પડે છે. માતા-પિતા પણ આર્થિક જરૂરિયાતોથી વ્યસ્ત હોવાના કારણે સંતાનોના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી.

કુટુંબની નિયંત્રણશૈલી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

  • કડક નિયંત્રણ: ક્યારેક બાળકની વાજબી જરૂરિયાતોની માંગને કડકપણે દબાવી દેવામાં આવે ત્યારે બાળક અનુચિત પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. દા.ત., ઘરમાંથી ભાગી જવું, નાની નાની ચોરી કરવી વગેરે.સંતાનમાં બળવો અને વિધ્વંસક વલણ પેદા કરે.

  • શિથિલ નિયંત્રણ: સંતાનમાં શિસ્તનો અભાવ અને ગેરજવાબદારી લાવે.

  • વિરોધાભાસી નિયંત્રણ: માતા-પિતાની પદ્ધતિમાં વિરોધ હોય તો બાળકમાં કોઈ એક ચોક્કસ વર્તનઢબનો વિકાસ થતો નથી. આવા સંજોગોમાં બાળક કુટુંબના સભ્યો સિવાય અન્યને પ્રેરણાસ્ત્રોત બનાવી તેના જેવું વર્તન કરવા પ્રેરાય છે, જે તેનામાં વિચલનની શક્યતા વધારે છે. વળી, છૂટાછેડા કે મૃત્યુ જેવાં કારણોથી ઊભા થયેલા ભગ્ન કુટુંબમાં બાળક વંચિતતા અનુભવે છે  અને સંતાન મૂંઝાઈ જાય. જે તેના સામાજિકીકરણ પર સીધી અસર કરે છે.

(બ) શાળા 

  • કુટુંબની જેમ શાળા પણ સામાજિકીકરણ પર અસર કરતું એક અગત્યનું માધ્યમ છે. શાળાજીવનના અનુભવો બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શાળા કક્ષાએ જો શિસ્તનો અતિરેક થાય કે બાળકને જાણે-અજાણે વારંવાર શિક્ષા કે સજાનો ભોગ બનવું પડતું હોય કે પછી માનસિક ત્રાસ આપે એવાં ધોરણો શાળામાં પ્રવર્તતાં હોય તો બાળક શાળા અને શિક્ષણથી વિમુખ થાય છે. આ પરિસ્થિતિથી દૂર રહેવાના પ્રયત્નના ભાગરૂપે બાળક શાળામાંથી પલાયન થવાનું કે નાસી જવાનું વધુ ઉચિત માને છે. શાળા અને ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહેવાનાં કારણે જો બહાર તેને યોગ્ય વાતાવરણ ન મળે તો અજાણતા પણ તેનાથી વિચલિત વર્તન થવાની શક્યતા વધી જાય છે.

(ક) સમવયસ્ક જૂથ :

  • સમવયસ્ક જૂથ એટલે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ. આ જૂથ બાળકના વિકાસ અને વ્યક્તિત્વ ધડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પોતાની જ ઉંમરના મિત્રો સાથેનો સંપર્ક અને સહવાસ તે જૂથ તરફ બાળકનું તાદાત્મ્ય અને આત્મીયતા વધારે છે. જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા આ જૂથના મિત્રોના આચાર- વિચારની સીધી અસર બાળકના માનસપટ પર પડતી હોય છે. આવા સમયે ખરાબ મિત્રોની સોબત તેને ધોરણ વિરુદ્ધ વર્તન કરવા પ્રેરણા આપે છે.

(ડ) સમૂહ માધ્યમો : 

  • ચલચિત્રો, વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ અને ઈન્ટરનેટ જેવાં સમૂહ માધ્યમોના અતિરેકથી બાળકો જાણે-અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. આ સમૂહ માધ્યમો દ્વારા રોજબરોજ પ્રસારિત થતા અપરાધી વર્તનના સમાચારો અને અશ્લીલતાએ બાળમાનસ પર વિકૃત અસર ઊભી કરી છે. જિજ્ઞાસા, કુતુહલ, અજ્ઞાનતા અને સારા-નરસાના વિવેકભાનનો અભાવ જેવાં પરિબળો બાળકને ધોરણભંગ વર્તન તરફ ખેંચી જાય છે.

(ઈ) શહેરી વાતાવરણ :

  • શહેરી વાતાવરણ કેટલેક અંશે બાળકોના અપરાધી વર્તનને ઉત્તેજન પૂરું પાડે છે. શહેરી સમુદાય એક દૂરવર્તી સમુદાય છે. શહેરમાં ગુનાહિત વર્તનને છુપાવી શકાય તેમ હોવાથી બાળકને પોતાની ઓળખનો ભય ઓછો રહે છે. વળી, ગંદા વસવાટો, વસ્તીની ગીચતા જેવાં પરિબળોને કારણે સામાજિક નિયંત્રણની અસરકારકતા ઘટે છે. શહેરનું આવું વાતાવરણ બાળકની અપરાધી પ્રવૃત્તિમાં વધારો કરવામાં એક યા બીજી રીતે ભાગ ભજવે છે અને બાળકને પોરણભંગ વર્તન તરફ ધકેલે છે.

(2) વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ :

  • બાળ અપરાધ માટે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો પણ અગત્યનો ભાગ ભજવે છે. જો બાળક યોગ્ય- અયોગ્યનો વિચાર કરવા અશક્તિમાન હોય તો તે બાળક વિચલન તરફ વળે છે. આ ઉપરાંત વિદ્રોહ કરવાનું વલણ, મનસ્વીપણું, અસલામતીની લાગણી, ડરપોકપણું, આત્મનિયંત્રણનો અભાવ, લઘુતાગ્રંથિ, સહાનુભૂતિનો અભાવ, હતાશા, નિરાશા અને હિંસાત્મક પ્રવૃત્તિ જેવાં અનેક પરિબળોની હાજરી બાળકને સમાજવિરોધી કે ધોરણ વિરુદ્ધ વર્તન કરવા તરફ લઈ જાય છે.

ટૂંકમાં એક વાત ચોક્કસ છે કે કોઈ પણ બાળક જન્મથી અપરાધી હોતું નથી; પરંતુ તે બાળકની આજુબાજુનું વાતાવરણ અને વ્યક્તિમત્તાજન્ય પરિબળો તેને અપરાધી બનાવવા અને ધોરણભંગ વર્તન કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. આથી એમ કહી શકાય કે વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું મોતી છે.

આમ, ઉપર્યુક્ત પરિબળો બાળકના સામાજિક અને માનસિક વિકાસ પર અસર કરતાં હોય છે. આ પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં ઊણપ ઊભી થાય તો તેની સીધી અસર બાળકના વર્તન પર થાય છે, જે તેને વિચલન કરવા પ્રેરે છે.

બાળ અપરાધ સુધારણા

બાળ અપરાધની સમસ્યા કોઈ પણ સમાજ માટે પડકારરૂપ છે. દેશની આવતીકાલ સમા આ બાળકોમાં રહેલ અપરાધી વૃત્તિને સજાના માધ્યમથી નહિ; પરંતુ સુધારણાના માધ્યમથી રચનાત્મક બનાવવી એ પાયાની જરૂરિયાત છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના સંવિધાનમાં બાળકો માટે કેટલીક કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓ અનુસાર કેટલીક સંસ્થાઓની સ્થાપના પણ કરવામાં આવી છે, જેનું સંચાલન સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા થાય છે. રાજ્યને આ સંસ્થાઓની આર્થિક અને વહીવટી જવાબદારીઓ સોંપવામાં આવેલ છે. આ પૈકીની અગત્યની સંસ્થાઓ નીચે મુજબ છે :

અભ્યાસ નોંધ: યુવાઅજંપો

પ્રસ્તાવના

આજના સમયમાં યુવાનોને સમાજની મુખ્ય શક્તિ માનવામાં આવે છે. ભારતમાં 65% વસ્તી યુવાનોની છે, જે ભાવિ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તેમના સર્જનાત્મકતા અને શક્તિનો યોગ્ય ઉપયોગ થાય, તો તે દેશ માટે લાભદાયક સાબિત થઈ શકે છે.

આપણે અહીં યુવાન શું છે?, યુવાઅજંપો શું છે?, અને યુવાઅજંપાના કારણો શું છે, તે અંગે વિગતવાર સમજ મેળવશું.

યુવાન એટલે શું?

યુવાની એ જૈવિક પરિબળ છે. સામાન્ય રીતે 15 થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિને યુવાન કહેવાય.

વિશિષ્ટ યુવા અભ્યાસકર્તા

ડૉ. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ મુજબ, ‘કૉલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ'માં યુવાનની લાક્ષણિકતા દર્શાવતા નોંધે છે કે, 'યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલદી ગુસ્સે થનારા, જલદી ભૂલી જનારા, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોછડા, હિંસક તથા શક્તિશાળી હોય છે તેઓ ખૂબ ઝડપથી ઉષ્માભર્યા ...છીથી ખોટું સાબિત થઈ શકે.

  • શારીરિક તાકાત અને ઉર્જા:

    • યુવાનોમાં ઉચ્ચ ઊર્જા સ્તર હોય છે, જે યોગ્ય દિશામાં વળે તો તેઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
    • જો તેમની આ ઊર્જાનો દુરુપયોગ થાય, તો તે વિચલન, ઉગ્રતાવાદ અને અન્યાય સામે હિંસક અભિવ્યક્તિમાં પરિણમે છે.
  • (બ) મનોવૈજ્ઞાનિક પરિબળો (Psychological Factors):

    1. લાગણીઓ અને સ્વ-અહેસાસ:

      • યુવાઓમાં આત્મસન્માન (Self-Esteem) અને ઓળખની (Identity) શોધનું મહત્વ વધે છે.
      • જો તેમને સમાજ કે પરિવાર તરફથી સ્વીકાર અને માન્યતા ન મળે, તો અસંતોષ અને નકારાત્મક ભાવનાઓ પેદા થાય છે.
    2. સામાજિક તુલના:

      • આજના યુગમાં સોશિયલ મીડિયા અને ડિજીટલ પ્લેટફોર્મ્સના કારણે યુવાઓ પોતાની તુલના અન્ય સાથે વધુ કરતા રહે છે.
      • આ તુલનાના કારણે અસલામતીની લાગણી,

    (2) શૈક્ષણિક કારણ :

    યુવાનોને સમાજના પરિવર્તનના મુખ્ય સ્તંભ તરીકે ગણવામાં આવે છે. તેઓ નવીન વિચારો અને આધુનિકતાની તરફ આગળ વધવા માંગે છે. પરંતુ શિક્ષણ પદ્ધતિમાં પ્રાચીન રીતો અને સુધારાના અભાવને કારણે યુવાનોમાં અસંતોષ સર્જાય છે.

    શિક્ષણ પદ્ધતિ અને યુવાનોના અસંતોષના મુખ્ય કારણો:

    1. પરંપરાગત શિક્ષણ પદ્ધતિ:

      • આજે પણ ઘણા શાળાઓ અને યુનિવર્સિટીઓ ચોક-ડસ્ટર અને પેપર આધારિત શિક્ષણ પદ્ધતિ પર આધાર રાખે છે.
      • યુવાનો 3G-4G યુગમાં dijital media અને ટેક્નોલોજી તરફ વળેલા છે, અને તેઓ માટે આ જૂની પદ્ધતિઓ અસંતોષજનક બની ગઈ છે.
    2. રોજગાર અને શૈક્ષણિક તકો:

      • શિક્ષણ મેળવ્યા બાદ યુવાનોને તેમની ક્વોલિફિકેશન અનુસાર રોજગાર ન મળવો એક મોટો પ્રશ્ન છે.
      • ઉચ્ચ શિક્ષણ લીધા છતાં સરખામણીમાં નાની નોકરીઓ જ ઉપલબ્ધ હોય છે, જેનાથી તેમની મહત્ત્વાકાંક્ષા પૂરી થતી નથી.
    3. માર્ગદર્શન અને વિષય પસંદગીમાં મુશ્કેલીઓ:

      • યુવાનો માટે યોગ્ય શૈક્ષણિક માર્ગદર્શન ઉપલબ્ધ ન હોવા કારણે તેઓ યોગ્ય વિષય અથવા કારકિર્દી પસંદ કરવામાં અસમર્થ રહે છે.
      • માતા-પિતા અને શિક્ષકો ઘણીવાર યુવાનોની કુશળતાઓને સમજી શકતા નથી, જેનાથી ભવિષ્ય વિશે અનિશ્ચિતતા વધે છે.
    4. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરિસ્થિતિ:

      • વર્તમાન યુગ સ્પર્ધાત્મક છે, અને નોકરીઓ માટે કટોકટીનો માહોલ છે.
      • યુવા પેઢી પરીક્ષાના દબાણ, ગઠનશીલ અભ્યાસક્રમ અને સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓને કારણે તણાવમાં જીવે છે.

    શૈક્ષણિક અસંતોષના પરિણામ:

    • માનસિક તણાવ: યુવાનો હંમેશા ભવિષ્ય વિશે ચિંતિત રહે છે.

    • બેકારીની સમસ્યા: રોજગારી ના મળતાં નિરાશા અને આત્મવિશ્વાસની અછત.
    • શિક્ષણ પ્રત્યે ઉત્સાહમાં ઘટાડો: ઘણી વખત યુવાનો ઉચ્ચ અભ્યાસ છોડીને અન્ય ક્ષેત્રોમાં પ્રવેશવા મજબૂર થાય છે.

    ઉકેલ અને સકારાત્મક પગલાં:

    ✔️ શિક્ષણ પદ્ધતિમાં આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ
    ✔️ ઉચ્ચ શિક્ષણ સાથે રોજગારના નવા વિકલ્પો ઊભા કરવો
    ✔️ યુવાનો માટે વ્યાવસાયિક માર્ગદર્શન અને તાલીમ પ્રદાન કરવી
    ✔️ પ્રવેશ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યોગ્ય સુધારાઓ લાવવા

    શૈક્ષણિક પ્રણાલી યુવાનો માટે આવશ્યક છે, પરંતુ તેમાં સમય પ્રમાણે ફેરફારો અને સુધારા જરૂરી છે. જો યુવાનોને તેમની કૌશલ્ય અને અપેક્ષાઓ પ્રમાણે શિક્ષણ અને રોજગાર મળે, તો દેશના વિકાસ માટે તેઓનો સક્રિય ફાળો બની શકે. 

    (3) જૈવિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો

    યુવાવસ્થામાં કિશોરની શારીરિક અને માનસિક વૃદ્ધિ ઝડપથી થાય છે. શારીરિક વિકાસ અને હોર્મોનલ ફેરફારો તેમની ભાવનાઓ અને વર્તન પર સીધી અસર કરે છે. આ અવસ્થામાં યુવાનો નવા અનુભવ અને જાણકારી પ્રત્યે વધુ જિજ્ઞાસા દર્શાવે છે, પરંતુ જો તેમને યોગ્ય માર્ગદર્શન ન મળે, તો તેઓ અસમંજસ અને અજંપાની સ્થિતિમાં મુકાય છે.

    (અ) જૈવિક પરિબળો (Biological Factors):

    1. હોર્મોનલ પરિવર્તન:

      • કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં પ્રવેશ કરતી વખતે શરીરમાં વિવિધ હોર્મોનની સ્તર વધી જાય છે.
      • આ હોર્મોનલ ફેરફારોના કારણે મૂડ સ્વિંગ, આક્રમકતા, ભાવનાત્મક અસ્થિરતા અને તણાવની લાગણી વધે છે.
      • ક્યારેક તેનાથી યુવાનો ઉગ્ર અને હિંસાત્મક બને છે, જે તેમના સામાજિક અને શૈક્ષણિક જીવનને અસર કરે છે.
    2. મસ્તિષ્કનો વિકાસ:

      • યુવાવસ્થામાં મગજના ‘પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ’ (Prefrontal Cortex)નો વિકાસ થતો રહે છે, જે નિર્ણય લેવાની ક્ષમતા માટે જવાબદાર છે.
      • આના કારણે તેઓ ક્યારેક ઝડપભર્યા અને અનિયંત્રિત નિર્ણય લેતા હોય છે, જે પછીથી ખોટું સાબિત થઈ શકે.
    3. શારીરિક તાકાત અને ઉર્જા:

      • યુવાનોમાં ઉચ્ચ ઊર્જા સ્તર હોય છે, જે યોગ્ય દિશામાં વળે તો તેઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
      • જો તેમની આ ઊર્જાનો દુરુપયોગ થાય, તો તે વિચલન, ઉગ્રતાવાદ અને અન્યાય સામે હિંસક અભિવ્યક્તિમાં પરિણમે છે.

    (બ) મનોવૈજ્ઞાનિક પરિબળો (Psychological Factors):

    1. લાગણીઓ અને સ્વ-અહેસાસ:

      • યુવાઓમાં આત્મસન્માન (Self-Esteem) અને ઓળખની (Identity) શોધનું મહત્વ વધે છે.
      • જો તેમને સમાજ કે પરિવાર તરફથી સ્વીકાર અને માન્યતા ન મળે, તો અસંતોષ અને નકારાત્મક ભાવનાઓ પેદા થાય છે.
    2. સામાજિક તુલના:

      • આજના યુગમાં સોશિયલ મીડિયા અને ડિજીટલ પ્લેટફોર્મ્સના કારણે યુવાઓ પોતાની તુલના અન્ય સાથે વધુ કરતા રહે છે.
      • આ તુલનાના કારણે અસલામતીની લાગણી, તણાવ અને હતાશા વધે છે.
    3. વિદ્રોહી વલણ:

      • યુવાનો સ્વતંત્રતાની ભાવના વધુ અનુભવતા હોવાથી તેઓ નિયંત્રણ અથવા દબાણને સ્વીકારતા નથી.
      • માતા-પિતા, શિક્ષણપદ્ધતિ, સમાજના નિયમો અને પરંપરાઓ સામે તે ક્યારેક વિરોધી વલણ અપનાવે છે.
    4. સહજ ગ્રૂપ પ્રભાવ (Peer Pressure):

      • મિત્રો અને સમવયસ્ક જૂથની પસંદગી યુવાનોના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે.
      • જો મિત્રવર્તુળ નકારાત્મક હોય, તો વિચલિત વર્તન, દુર્વ્યસન અને અયોગ્ય ક્રિયાઓ તરફ ઝુકાવ વધી શકે છે.

    જૈવિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો યુવાવસ્થાના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. જો યુવાનોને યોગ્ય માર્ગદર્શન, પરિવારનો આધાર અને સામાજિક સમજ મળે, તો તેઓ સકારાત્મક ઉર્જા દ્વારા સફળતા હાંસલ કરી શકે. અન્યથા, તેઓ વિચારશૂન્ય નિર્ણયો, હિંસક વર્તન અને માનસિક તણાવનો શિકાર બની શકે.