• સંચારનો અર્થ

    • અંગ્રેજીમાં Communication કહેવાય છે.
    • લેટિન ભાષાના "Commun" પરથી નિર્મિત.
    • ગુજરાતીમાં: સંદેશાવ્યવહાર, સંચાર, પ્રત્યાયન.
    • હિન્દીમાં: સંચાર, સૂચના, સંસારવ્યવસ્થા.
  • સંચાર એટલે

    • માનવ સમાજની પાયાની જરૂરિયાત.
    • બે અથવા વધુ પક્ષો વચ્ચેની આંતરક્રિયા.
    • આંતરિક અને બાહ્ય અસર ઊભી કરે છે.
  • સંચારની પ્રક્રિયા

    • સંચારની પ્રક્રિયાનો પ્રારંભ બાળકના જન્મથી થાય છે અને તેનો અંત માનવ જીવનના અંતથી થાય છે. આ રીતે પ્રત્યાયન કે સંચાર માનવજીવનનું અભિન્ન અંગ છે.

ટૂંકમાં, આપણે એમ કહી શકીએ કે સંચાર એક એવું માધ્યમ છે, જેના દ્વારા બે વ્યક્તિઓ કે સમુહોની વચ્ચે પરસ્પર ભાવનાઓ અને આકાંક્ષાઓનું આદાન-પ્રદાન થાય છે. સંચારના બે પ્રવાહ છે. જેમાં એક બાજુ સંદેશા મોકલનાર સંદેશ મોકલે છે જ્યારે બીજી બાજુ સંદેશા મેળવનાર તેની પ્રતિક્રિયા આપે છે.

સંચારની લાક્ષણિકતાઓ જણાવો

(1) સંચાર એક અવિરત પ્રક્રિયા છે :

સંચાર વગર માનવજીવન શક્ય નથી. એટલે એ માનવજીવનનું અભિન્ન અંગ છે. પ્રત્યાયન વિના એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભાવનાઓથી જ્ઞાત થતો નથી. સંચાર કે પ્રત્યાયનમાં સૂચના, આદેશ, નિર્દેશ, સલાહ, મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવનાઓ વગેરે સંદેશાના આદાન-પ્રદાનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે.

(2) સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે :

સચારમા બે વ્યક્તિઓ અથવા સમૂહોની વચ્ચે સંદેશાનું આદાન-પ્રદાન થતું હોય છે. આ અવિરત પ્રક્રિયા દ્વિમાર્ગી છે. આમ, સંદેશો આપનાર પ્રેષક સંદેશ આપે છે. સંદેશો પ્રાપ્ત કરનાર તેની પ્રતિક્રિયા આપે છે.

(3) સંચાર માટે માધ્યમ આવશ્યક છે :

સંચારમા બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે માનવીની વાચા, હાસ્ય, રુદન, ઈશારા હાવભાવ જેવું સવેદનવાહક માધ્યમ કે વર્તમાનપત્ર, રેડિયો, ટી.વી. ટેલિફોન, મોબાઈલ જેવાં ભૌતિક માધ્યમો અનિવાર્ય છે.

(4) સંચાર એક પ્રાકૃતિક ગુણ છે :

સંચાર એ જન્મજાત ગુણ છે. સંચારનો પ્રારંભ જન્મથી થાય છે. દા.ત., નવજાત બાળકને ભૂખ લાગે અને તે રડવાનું શરૂ કરે. માનવીનું બોલવા, સાંભળવાનું કૌશલ્ય પ્રાણી કરતાં જુદા પ્રકારનું છે. તો લેખનકલાનું કૌશલ્ય માનવીને અજોડ બનાવે છે. આમ, સંચાર એ માનવીનો પ્રાકૃતિક ગુણ છે.

(5) સંચાર એક સામાજિક પ્રક્રિયા છે :

સંચાર એ બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સંચાર માટેના સંદેશા કે સંજ્ઞાના અર્થો સમાજ દ્વારા પરિભાષિત થયેલા હોય છે. જેમ કે વ્યક્તિ હાથ ઊંચો કરીને હલાવે ત્યારે સામેની વ્યક્તિ સમજી જાય કે મને આવજો કહે છે.

(6) સંચાર વિજ્ઞાન અને કળા છે :

વૈજ્ઞાનિક પદ્ધતિથી સંચારની ટેક્નિક વિકસાવીને પ્રેક્ષકોને વધુ અર્થપૂર્ણ સંદેશા આપી શકાય છે. આ માટે વિવિધ પ્રકારનાં સાધનો, ભાષા, નૃત્ય અને ટેક્નોલોજીનાં સાધનોનો ઉપયોગ કરી શકાય છે. દા. ત. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન 

(1) ઓસગુડ અને વિલ્બર શ્રેમનું મૉડેલ :

ઓસગુડ અને વિલ્બરના મતે લોકો જે સંદેશો મેળવે છે, તેને સમજે છે. જેવું સમજાય તેવા સંદેશાનું અર્થઘટન કરી જેની પાસેથી સંદેશો પ્રાપ્ત કર્યો હોય તેને સંદેશાનો જવાબ પરત કરે છે. આમ, સંદેશાનું અર્થઘટન કરીને સંદેશા આપ-લેની પ્રક્રિયા સતત ચાલતી રહે છે.

(2) ડેવિડ બર્ગોનું S.M.C.R પ્રત્યાયન મૉડેલ :

Source - પ્રેષક (સંદેશો મોકલનાર)

Message - સંદેશો

Channel - ચેનલ

Receiver -પ્રાપ્તકર્તા (સંદેશો મેળવનાર)

પારસ્પરિક સંચાર :

બે કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં વાતચીત, પ્રેમ,હાસ્ય, રુદન, કે કોઈપણ અભિવ્યક્તિ, કોઈ સંકેત કરે કે કોઈ હાવભાવ વ્યક્ત કરે અને એકબીજા ઉપર અસર ઉપજાવે તેને પારસ્પરિક સંચાર કહેવામાં આવે છે.

સમૂહ સંચાર :

સંચારના માધ્યમોને ધ્યાનમાં રાખીને બે પ્રકાર પાડી શકાય : વિશાળ માનવ સમુદાયોને વિવિધ યંત્રવિજ્ઞાન - ટેક્નોલોજી દ્વારા વિવિધ વિષય ઉપર સંદેશો પહોંચાડવાનું કાર્ય આ સમૂહ માધ્યમો દ્વારા થાય છે. વિશાળ અને જટિલ સમુદાયમાં ઝડપી સંદેશા પહોંચાડવા માટે વર્તમાનપત્ર, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે દ્વારા સમૂહ સંચાર શક્ય બને છે.

સમૂહ-સંચાર માધ્યમના બે પ્રકાર પાડી શકાય :

  • પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો
  • આધુનિક સમૂહ સંચાર માધ્યમો

.

(2) ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર :

મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમોમાં વિવિધ ચીજવસ્તુની ખરીદી કરવા પ્રેરતા વારંવારના વિજ્ઞાપનોને કારણે લોકોને આ ચીજવસ્તુઓ તરફ આકર્ષવા અને તેની ખરીદી કરવા કે ઉપભોગ કરવા પ્રેરે છે.

ગૃહ ઉપયોગી એવાં ઇલેક્ટ્રિક ફ્રિજ, વોશિંગ મશીન, મિક્સર, કુલર, વેક્યુમક્લિનર, વોટર પ્યુરિકાયર અને ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઈલ, ઘર-વપરાશની ચીજવસ્તુ જેવી કે હેરઓઈલ, સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, મરીમસાલા, કાપડ, ફર્નિચર, વાહનો ઉપરાંત વીમા, બૅન્કની સેવાઓ વગેરે વિજ્ઞાપનોને કારણે લોકો વિવિધ ચીજવસ્તુઓથી પરિચિત બને છે, અને પસંદગીની તક મળે છે.

આમ, સમૂહ માધ્યમોમાં આવતી વિજ્ઞાપનોએ લોકોમાં નવી જરૂરિયાતો પેદા કરી છે. વિવિધ કંપનીઓ પોતાના ઉત્પાદન સંબંધી વિજ્ઞાપનો દ્વારા લોકોને પોતાના ઉત્પાદનોનો ઉપભોગ કરવા તરફ દોરી જાય છે.

ગ્રાહક તે વસ્તુ ખરીદવા તરફ આકર્ષાય તે માટે એક વસ્તુ સાથે વસ્તુ કે, ભેટ, આકર્ષક ઓફર, હપ્તા પદ્ધતિ, શૂન્ય ડાઉનપેમેન્ટ, શૂન્ય ટકા વ્યાજ જેના જાહેર વિજ્ઞાપનથી ગ્રાહકોને આકર્ષે છે.

હાલ સમાજમાં યુઝ એન્ડ થ્રોનો ખ્યાલ પ્રચલિત બની રહ્યો છે. એટલે એમ કહી શકાય કે સમૂહ માધ્યમોએ ઉપયોગિતાવાદ કે ગ્રાહકવાદ ઊભો કર્યો છે.

વ્યક્તિ પાસે દેવું કરાવીને પણ વસ્તુ ખરીદવા સમૂહ માધ્યમો પ્રેરે છે.

(3) શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ :

સમૂહ-સંચાર માધ્યમો સામાજિક વિકાસ માટે અગત્યનાં સાધનો છે.

શિક્ષણનું મહત્ત્વ સમજાવતાં પ્રત્યક્ષ કે પરોક્ષ વિવિધ કાર્યક્રમો કે વિજ્ઞાપન નિરક્ષરતા નિવારવામાં ફાળો આપે છે.

ટેલિવિઝને શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન,  ટેક્નોલોજી માટે વિશેષ ચેનલો અને વિશેષ કાર્યક્રમો ચાલુ કરેલ છે.

દશ્ય અને શ્રાવ્ય દ્વારા પ્રાયોગિક પદ્ધતિથી વર્ગમાં અસરકારક રીતે તમામ વિષયમાં ખૂબ જ ઊંડાણમાં જ્ઞાન આપી શકે છે.

આ માટે ડિસ્કવરી, નેશનલ જોગ્રોફીક, હિસ્ટ્રી, ગુજરાત સરકારની બાયસેગ-16 ચેનલો, દૂરદર્શન યુ.જી.સી.ના કાર્યક્રમો વગેરે ઉત્તમ ઉદાહરણો છે. તેવી જ રીતે વિવિધ જ્ઞાનવર્ધક ટી.વી. શો, ક્વીઝ વગેરેથી જ્ઞાનમાં વધારો કરે છે.

કમ્પ્યુટર અને મોબાઈલમાં વિવિધ વેબસાઈટ કે ઈ-બુકથી શિક્ષણના પાઠ વિદ્યાર્થી અને શિક્ષકો ભણે છે.

હવે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ઇન્ફર્મેશન-કોમ્યુનિકેશન ટેક્નોલોજી અનિવાર્ય બની છે.

સ્માર્ટબોર્ડ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શિક્ષણ માટે અનિવાર્ય માધ્યમ બન્યું જેના દ્વારા શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીન સમજાવવામાં ખૂબ સરળતા રહે છે.

સમૂહ માધ્યમો ટ્રાફિકના નિયમો, મતદાર જાગૃતિ, વૃક્ષારોપણ, પ્રદૂષણ, વ્યસનો, રક્તદાન, ચક્ષુદાન, ઊર્જા બચાવો, પાણી બચાવો વગેરે નાગરિક જાગૃતિનું શિક્ષણ આપે છે. 

4) આરોગ્યના સ્તરમાં પ્રભાવ : 

સમૂહ-સંચાર માધ્યમો આરોગ્ય અંગેની કાળજી લેવામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવામાં મદદ કરે છે.

આહાર, પોષણ, વ્યસનો, વિવિધ રોગો અંગે જાગૃતિ અને તેની વૈજ્ઞાનિક જાણકારી આપે છે. તેનાથી લોકોના આરોગ્યમાં સુધારો થાય છે. તેવી રીતે કુટુંબકલ્યાણ, બાળકલ્યાણ, માતૃકલ્યાણ અને બાળઉછેર અંગે સમૂહ માધ્યમો સીધી કે આડકતરી રીતે વૈજ્ઞાનિક માહિતી આપે છે.

તેનાથી વસ્તીની ગુણવત્તામાં સુધારો થાય છે. વસ્તી નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે.

વિવિધ માધ્યમો ટેલિવિઝન ચેનલો અને ઇન્ટરનેટ દ્વારા વિવિધ પ્રકારના રોગો અને તેના ઉપચારો અંગેની માહિતી મળે છે. વળી એચ.આઈ.વી.-એઈડ્સ, સ્વાઈન ફ્લ્યુ, મેલેરિયા, ટી.બી., કેન્સર, પોલિયો વગેરે રોગો અંગેની માહિતી અને તેના ઉપચારનો પ્રસાર વધ્યો છે. આજકાલ 'સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત' નું સૂત્ર સમૂહ માધ્યમો દ્વારા અસરકારક બન્યું છે.

(5) આર્થિક ક્ષેત્રે પ્રભાવ :

ભારત જેવા વિકસિત સમાજમાં ખેતીની આધુનિક પદ્ધતિઓ, રાસાયણિક ખાતર, સુધારેલ બિયારણ, પાક સંરક્ષણ વગેરેને લગતા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખેતીને લગતું વૈજ્ઞાનિક જ્ઞાન મળી શકે છે. તેનાથી ખેડૂત ગુણવત્તાવાળો પાક મેળવી શકે છે.

પાક વીમો, બજારભાવ, વેચાણ, હવામાન વગેરેની માહિતી મેળવી શકે છે. મોબાઈલમાં મેસેજ દ્વારા ખેડૂતોને પાકમાં થતા રોગો, જંતુનાશક દવાનો છંટકાવ, નીંદામણની દવા વગેરે ખેતીવિષયક માહિતી મળી રહે છે. તેનાથી ખેડૂત પોતાનો પાક સારી રીતે પકવીને સારી કમાણી કરી શકે છે.

મોટા ઉદ્યોગો, લઘુઉદ્યોગો, કુટિરઉદ્યોગો, ગૃહઉદ્યોગ માટે કપા સ્થળે, કેટલી લોન, સબસીડી વગેરે તથા શેરબજાર, અન્ય વેપાર, રોકાણ, બેન્કિંગ, શાકભાજી, સોના-ચાંદી, અનાજ-કરિયાણા જેવા બજારભાવની માહિતી સમૂહ માધ્યમો આપે છે. તેથી વ્યક્તિઓને રોજગારી અને કમાણી કરવામાં મદદ મળે છે.

અગાઉ જણાવ્યા મુજબ વ્યવસાયિક વિજ્ઞાપનો પણ પંધા અને રોજગારીમાં પ્રોત્સાહન આપે છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે આર્થિક છેતરપિંડી, ક્રિકેટ સટ્ટો, અનૈતિક-વ્યવસાયો વગેરેને પણ સમૂહ માધ્યમો વેગ આપે છે.

(6) કલા અને રમતગમત ક્ષેત્રમાં પ્રભાવ :

વર્તમાનપત્ર અને સામયિકોમાં વિવિધ કલા જગતના લેખ આવતા હોય છે. આથી લોકોને હસ્તકલા અને લોકકલા જેવી કે લોકગીત, લોકસંગીત, ચિત્રકલા, ભરતગૂંથણની કલા વગેરેમાં રસ જાગૃત થાય છે.

રેડિયો-ટેલિવિઝન ઉપર આવતા વિવિધ લોકસંગીત, શાસ્ત્રીય નૃત્ય, સંગીતના કાર્યક્રમો, વિવિધ સંગીત, નૃત્ય, કોમેડી અભિવ્યક્તિની સ્પર્ધાઓ પણ લોકોનાં કૌશલ્યો વિકસાવવા અને કારકિર્દી ષડવામાં મદદ કરે છે.

ફિલ્મ ટેલિવિઝનની વિજ્ઞાપનો, સિરિઅલ, ફિલ્મોમાં અભિનય કલા અને નાટયકલા વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

ટેલિવિઝન જેવા સમૂહ માધ્યમમાં રમતગમતની વિશેષ ચેનલો દ્વારા ઓલિમ્પિક, એશિપાડ, કોમનવેશ્ય કે રાષ્ટ્રીય રમતોનું અને ક્રિકેટ, કબડ્ડી જેવી રમતોના જીવંત પ્રસારણથી લોકોનો રમતગમતમાં રસ વધી રહ્યો છે.

(7) મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો :

વ્યક્તિના વિચારો, માન્યતાઓ, ટેવો, આવડત, પદ્ધતિઓ કે વર્તન બદલીને વ્યક્તિનો વ્યક્તિત્વ વિકાસ કરવામાં સમૂહ માધ્યમોનો ફાળો અગ્રગણ્ય છે.

આ માધ્યમો પ્રેરક વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કે જીવન પ્રસંગો દ્વારા સામાન્ય માનવીને પણ જીવન જીવવામાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે.

વ્યક્તિને સમૂહ માધ્યમો પ્રેરણા, પ્રોત્સાહન, સંઘર્ષ, સાહસનાં ઉદાહરણ પૂરાં પાડીને વ્યક્તિની કારકિર્દી ધડતરમાં મદદરૂપ થાય છે.

વ્યક્તિને ખાનપાન, બેસવા- ઊઠવાની, રહેણીકરણી, ખોરાક બનાવવાની, સાચવવાની, પીરસવાની વગેરે રીતો શીખવે છે.

સમુહ માધ્યમોએ માનવ જીવન પર હકારાત્મક અને નકારાત્મક અસરો ઉપજાવી છે. વળી ટીવી સિરિઅલોમાં દર્શાવાતું વૈભવી અને વિલાસી જીવન વાસ્તવિક જિંદગીમાં આભાસી ચિત્ર રજૂ કરે છે.

ઘણી વખત વ્યક્તિ મહત્ત્વાકાંક્ષી, ઈર્ષાળુ, અધીરો, તનાવપૂર્ણ, વિચારશૂન્ય, વિવેકશૂન્ય, ગણતરીબાજ બની જાય છે. તેનું પરિણામ નિષ્ફળતામાં આવે તો, તે હતાશા, નિરાશા, વ્યગ્રતાનાં પરિણામે ઘણી વખત આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યાના બનાવો બને છે.

પ્રેમની અભિવ્યક્તિ કરતાં દશ્યો અને કેટલીક ઈન્ટરનેટની અશ્લીલ વેબસાઈટમાં વાસ્તવિકતા કરતા વિકૃત દૃશ્યો યુવામાનસ પર ગંભીર અસરો ઉપજાવે છે.

(8) રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોનો પ્રચાર :

મુદ્રિત માધ્યમોએ લોકોમાં જાગૃતિ પેદા કરી સ્વતંત્રતા મેળવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે.

વર્તમાનપત્રો, સામયિકોમાં આવતા વિવિધ લેખોએ લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે ફરજની ભાવના જગાડી છે.

રેડિયો કે ટેલિવિઝનમાં આવતી કેટલીક શ્રેણીઓ એકતાસર્જક હોય છે. ક્યારેક વિભિન્ન ચલચિત્રો કે ટી.વી. શ્રેણીઓ જુદાજુદા પ્રદેશ, જાતિના લોકો સંબંધી હોય છે. જેમાં તેઓની વિભિન્ન જીવનશૈલી, વિચાર, માન્યતાઓ વ્યક્ત થતાં હોય છે. જેની અસર નીચે લોકો પોતાનાં સમાજ અને લોકોની જીવનરીતિથી ભિન્ન જીવનરીતિનો સ્વાભાવિક સ્વીકાર કરતાં થાય છે.

ટેલિવિઝનની ઐતિહાસિક શ્રેણી જેવી કે રામાયણ, મહાભારત, ચાણક્ય, ચક્રવર્તી અશોક વગેરે દેશાભિમાન અને રાષ્ટ્રીય એક્તા વિકસાવવામાં ફાળો આપે છે.

સમૂહ માધ્યમો લોકશાહીના પાયા સમાન મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવાનું અને વિવિધ રાષ્ટ્રીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાથી પરિચિત કરાવીને કોને મત આપવો એ નિર્ણય કરવાનું કાર્ય કરે છે.

સમગ્ર ભારતની લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ આયોજનમાં અને ગેરરીતિ અટકાવવામાં આ માધ્યમો મદદરૂપ થાય છે.

ચૂંટણીઓનાં સંભવિત પરિણામ અને વાસ્તવિક પરિણામોને ખૂબ તલસ્પર્શી વિશ્લેષણથી રજૂ કરી લોકોને તેની કાર્યવાહીથી અવગત કરાવે છે.

આમ, સમૂહ માધ્યમો રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના પાયા મજબૂત કરવામાં આશીર્વાદરૂપ બન્યા છે.