વાતાવરણ

વાતાવરણનો અર્થ લક્ષણો અને બંધારણઃ-

@ આબોહવા પર અસર કરતાં પરિબળો જણાવો ?

આબોહવાના ‘તત્ત્વો' અને 'પરિબળો' વચ્ચે તફાવત છે. આબોહવાનાં તત્ત્વો આબોહવાનું નિર્માણ કરે છે. જયારે આબોહવાનાં પરિબળો તેનાં તત્ત્વો પર અસર કરે છે. આબોહવા પર અસર કરતાં પરિબળો આ પ્રમાણે છે :

(1) અક્ષાંશ : અક્ષાંશ આબોહવા પર અસર કરનારું મહત્ત્વનું પરિબળ છે.

  • વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યનાં કિરણો લંબ પડતાં હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે. બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે. આથી, આ પ્રદેશમાં આભોહવા ગરમ અને ભેજવાળી બને છે.
  • વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો તરફ જતાં સૂર્યનાં કિરણો ત્રાંસા પડતાં જાય છે.
  • ધ્રુવીય પ્રદેશ પર સૂર્યનાં કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે, બાષ્પીભવન ઓછું થાય છે અને વરસાદ ઓછો પડે છે. તેથી અહીં બારેમાસ અતિશય ઠંડી આબૌહવા અનુભવાય છે.
  • ભૂમધ્ય પ્રદેશના 3000 અને 450 અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં ... તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપે છે અને જમીન વિસ્તાર પરથી વાતા સુકા પવનો વરસાદ આપતા નથી. તેની આબોહવા પર અસર થાય છે.

(8) પર્વતમાળાની દિશા અને ઢોળાવ :

  • પર્વત પર સૂર્યાઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તેના હોળાવની દિશા કઈ છે, તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે.
  • સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી ઢોળાવ પર સૂર્યાધાતનું પ્રમાજ વધુ સમય સુધી એ છે. આથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ઊંચું રહે છે.
  • હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનોની અસરથી દૂર રહે છે. જેનાથી દક્ષિણ ઢોળાવનું તાપમાન એટલું નીચું નથી હોતું જેટલું ઉત્તરના ઢોળાવનું હોય છે.
  • સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડી આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે અને પવનાભિમુખ ઢોળાવો પર વધુ વરસાદ આપે છે અને પવનો પર્વતમાળા ઓળંગીને પવનવિમુખ બાજુએ જાય છે ત્યારે તેમાં ભેજ ઓછો થઈ ગયો હોવાને કારણે ઓછો વરસાદ આપે છે.