નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે ?
પૃથ્વીની સપાટી ઉપરના ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો, ખનીજો, વનસ્પતિ, પ્રાણીઓ, જમીન, સમુદ્ર, નદીઓ વગેરે કુદરતી તત્વો છે.
બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય છે ?
બહુલક માટે Z સંજ્ઞા વપરાય છે.
નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી ? (સાંસ્ક્રુતિક તત્વોના નામ લખો.)
વસ્તી, રહેણાક માટેના આવાસો, ખેતી, ઉદ્યોગો, પરિવહન, સંદેશાવ્યવહારનું માળખું વગેરે સાંસ્ક્રુતિક તત્વો છે.
એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે ?
રેખા આલેખ અને સ્તંભ આલેખ એકજ પરિમાણ ધરાવતા આલેખ છે.
વિભાગ B
ત્રિપરિમાણીય આલેખ એટલે શું ?
જ્યારે આંકડાઓનું કદ ઘણું મોટું હોય ત્યારે તેને ત્રણ પરિમાણ દર્શાવતી સંજ્ઞાઓ દ્વારા ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવી (દર્શાવી) શકાય છે. તે માટે ઘન ગોળો, ઘન ચોરસ, તથા બ્લોક પાઇલ્સ વગેરે સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે.
સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે ?
સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થા ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન માં આવેલી છે,
એક બહુલકીય માહિતી કોને કહે છે ?
જે અંકાત્મક માહિતીમાં...નીચે આપેલ આકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો. 207, 190, 212, 227, 239.
આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા,
190, 207, 212, 227, 239.
અહીં કૂલ 5 અવલોકનો છે જે અયુગ્મ પૂર્ણાંક છે.
M = n+1/2
= 5+1/2
= 6/2
= 3 માં પ્રાપ્તાંકની કિંમત
= 212
આપેલ માહિતીનો મધ્યસ્થ M = 212 થાય.
નીચે આપેલ આકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો.240, 255, 220, 210, 145, 285, 195.
આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા
145, 195, 210, 220, 240, 255, 285.
અહીં કૂલ 7 અવલોકનો છે જે અયુગ્મ પૂર્ણાંક છે.
M = n+1/2
= 7+1/2
= 8/2
= 4 માં પ્રાપ્તાંકની કિંમત
= 220
આપેલ માહિતીનો મધ્યસ્થ M = 220 થાય.
નીચે આપેલ આકડાકીય માહિતીનો મધ્યક શોધો. 209, 105, 80, 100, 96.
X = Ƹxi/n
= 209 + 105 + 80 + 100 + 96 / 5
= 590 / 5
= 118
આપેલ માહિતીનો મધ્યક X = 118 થાય.
મધ્યક શોધો. 80, 75, 45, 35, 20.
X = Ƹxi/n
= 80 + 75 + 45 + 35 + 20 / 5