પૃથ્વીનો ઉદભવ અને ઉત્ક્રાંતિ

પૃથ્વીના ઉદભવ અંગેના વિવિધ સિદ્ધાંત

પૃથ્વીના ઉદભવ અંગેના આધુનિક સિદ્ધાંત

બિગ બેંગ સિદ્ધાંત

સૌર પરિવાર

પૃથ્વીનો ઉત્ક્રાંતિ Evolution of Earth

પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી . પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે . પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત વાયુના ગોળા સ્વરૂપે હતી 

 

પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું હતું પરંતુ આજે પૃથ્વી જળ અને જીવજગતથી પણ સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ છે . પૃથ્વીના આ રૂપ - પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે . પૃથ્વીસપાટીના લગભગ 71 % વિસ્તાર ઉપર જળરાશિ પથરાયેલી છે . તેથી તેને જલીય ગ્રહ પણ કહે છે .

પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ અને પૃથ્વી પરની વિશાળ જળરાશિને જલાવરણ કહે છે . વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે .

 

પૃથ્વીસપાટીનું ઘન આવરણ જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કહે છે.
મૃદાવરણ એ ભૂકવચ છે .વાતાવરણ , જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે . સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહે છે .

 

મૃદાવરણની ઉત્ક્રાંતિ

મૃદાવરણ સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. પૃથ્વીની ઘન સપાટીથી ભૂ - કેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે દર 32 મીટરની ઊંડાઈએ 1° સે તાપમાન વધે છે . પૃથ્વીસપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે .
તેના બે પેટા વિભાગ છે :
( 1 ) ભૂકવચ ( સિયાલ- Sial ) અને
( 2 ) ભૂરસ ( સાયમા- Sima )
સિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનું અને સાઈમા સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે.
મૃદાવરણની નીચે આશરે 2880 કિમીની ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રાવરણ ( Mantle ) છે. તેને ભૂરસ પણ કહે છે.
મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂ- ગર્ભ ( Core ) કહેવાય છે. તેને કેન્દ્રીય ધાતુપીંડ પણ કહે છે . તેનો વ્યાસ 6020 કિમી છે . આ સ્તરમાં નિક્લ ( Nickel ) અને લોખંડ ( Ferrous ) નાં ખનીજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે ( Nife ) કહે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે.
ભૂગર્ભમાં થતી ભૂસંચલન - પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો , મહાસાગરો , પર્વતો , ઉચ્ચપ્રદેશો , ફાટખીણો , કિનારાનાં મેદાનો વગેરે ભૂમિ - સ્વરૂપો રચાયાં છે .

 

વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ

પ્રથમ અવસ્થા: પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી.

દ્વિતીય અવસ્થા: પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી. પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યાં. આ પ્રક્રિયાને વાયુ - ઉત્સર્જન કહે છે. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયૉક્સાઇડ , મીથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું જ રહ્યું.

તૃતીય અવસ્થા: આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું. જેથી વૃષ્ટિ થવા લાગી.

 

વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ - જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યો. આ વરસાદનું પાણી પૃથ્વીસપાટી પરના ઊંડી અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાયા.

પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા. તે પછી કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો આરંભ થયો. ત્યારબાદ જીવ સૃષ્ટિનો પ્રારંભ થયો.

જીવનો ઉદ્ભવ ( Origion of Life )