માનવીની તૃતિયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ

ઈન્ટરનેટ 

ઉચ્ચસ્તરીય સેવાઓ જણાવો.

  • જ્ઞાન આધારિત ઉદ્યોગો, વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, માહિતીની (Data)ની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધન કાર્યો, નૂતન દૃષ્ટિકોણથી કોઈ પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું વગેરે ઉચ્ચસ્તરીય સેવાઓ છે.
  • અતિસૂક્ષ્મ શક્તિ અને કલ્પનાતીત કૌશલ્યો આ પ્રકારની સેવા માટે જરૂરી બને છે.
  • વરિષ્ઠ વ્યાવસાયિકો, ઊંચા પ્રકારનો હોદો ધરાવતા સરકારી અધિકારીઓ, સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાતો, વિવિધ ક્ષેત્રો માટે નવા જ પ્રકારના છતાંય વ્યાવહારિક નિર્ણયો કરનારા સુજ્ઞ નિર્ણય નિર્ધારકો, ઉદ્યોગો, શાસનવ્યવસ્થા સંબંધી ક્ષેત્રો, સામાજિક, આર્થિક, વેપાર-વાણિજ્ય, વિદેશનીતિ કે અદ્યતન ટેક્નોલૉજી ક્ષેત્રના સલાહકારો આ સેવામાં સમાવિષ્ટ થાય છે.

જળમાર્ગો - પરિચય: જળમાર્ગોનો એક મોટો લાભ એ છે કે તેમાં રસ્તા, રેલમાર્ગો વગેરે જેવી મરામતની જરૂર નથી રહેતી. આ માધ્યમ સૌથી સસ્તું છે અને મોટાભાગે માત્ર બંદરની સુવિધા જરૂરી છે. જળમાર્ગોને બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે:

  1. આંતરિક જળમાર્ગ

  2. દરિયાઈ જળમાર્ગ

1. આંતરિક જળમાર્ગ:

  • નદીઓ, નહેરો, અને સરોવરો દ્વારા દેશમાં તટીય અને આંતરિક વિસ્તારો સુધી જળ પરિવહનની વ્યવસ્થા છે.

વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગ:

  1. ગ્રેટ-લેક્સ અને સેંટ લૉરેન્સ જળમાર્ગ:

    • યુ.એસ.એ. અને કેનેડાની સરહદ પર આવેલાં સરોવરોમાંથી નીકળતી સેંટ લૉરેન્સ નદી એટલેન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ જળમાર્ગ મહત્ત્વનો છે.

    • આ જળમાર્ગે સુપિરિયર સરોવર, મિશિગન, ઓન્ટારિયો, એરી, અને હ્યુરોન જેવા બંદરોને જોડ્યા છે, જેના કારણે આ વિસ્તારનો ઔદ્યોગિક અને આર્થિક વિકાસ થયો છે.

    ...િસિસિપી નદી અને તેની સહાયક નદીઓ દ્વારા મેક્સિકોના અખાત અને ઍટલેન્ટિક કિનારાના વિસ્તારો સાથે જોડાણ છે.

     

  2. આ માર્ગે માલવાહક જહાજો મિનિયાપોલિસ સુધી સરળતાથી જઇ શકે છે.

  3. પશ્ચિમ અને મધ્ય યુરોપનો જળમાર્ગ:

    • સીન, રહાઈન, અને ઍલ્બ નદીઓ સાથે જોડાયેલ નહેરો દ્વારા યુરોપના ઉદ્યોગ વિસ્તારોમાં આ જળમાર્ગ મહત્ત્વનો છે.

  4. વૉલ્ગા જળમાર્ગ:

    • વૉલ્ગા, ડોન, અને નીપર નદીઓની પ્રણાલી દ્વારા રશિયાના મુખ્ય ક્ષેત્રોમાં જળ પરિવહન પૂરો પાડે છે.

    • વૉલ્ગા-મોસ્કો નહેર દ્વારા મોસ્કો સાથે જોડાણ છે.

  5. પરાના-પારાગ્વે જળમાર્ગ:

    • દક્ષિણ અમેરિકામાં પરાના અને પારાગ્વે નદીઓનો જળમાર્ગ ઍટલેન્ટિક મહાસાગર સાથે જોડાય છે.

    • આ જળમાર્ગ દક્ષિણ અમેરિકાની ઍમેઝોન, હુઆંગ-હો, ચાંગ-જિઆંગ, અને ગંગા નદીઓ માટે ઉપયોગી છે.

 

 ગ્રેટ-લેક્સ અને સેંટ લૉરેન્સ જળમાર્ગ :

  • યુ.એસ.એ. અને કેનેડાની સરહદ પર આવેલાં સરોવરોમાંથી નીકળતી સેંટ લૉરેન્સ નદી એટલેન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બન્ને દેશોએ પાંચ સરોવરોને નહેરો અને લૉકગેટથી એકબીજા સાથે જોડી દુનિયાને સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડયો છે.
  • પરિણામે સુપિરિયર સરોવરને કિનારે ડુલુથ, મિશિગન સરોવરના કિનારે આવેલું શિકાગો, ઓન્ટારિયો સરોવરને કિનારે ટૉરેન્ટો, એરી સરોવરને કિનારે આવેલું બફેલો, ફિલવલૅન્ડ અને ટોલેડો, હ્યુરોન સરોવરના કિનારે આવેલું હ્યુરોન વગેરે નાનાંમોટાં બંદરો વિકાસ પામ્યાં છે.
  •  મોટા દરિયાઈ જહાજ ક્યુબેકના દક્ષિણે સેંટ લૉરેન્સ થઈ આ ખંડના આંતરિક ભાગમાં ઘણે દૂર સુધી જઈ શકે છે. તેનાથી આ વિસ્તારનો ઔદ્યોગિક તેમ જ આર્થિક વિકાસ થયો છે.

ભારતમાં આંતરિક જળમાર્ગનો સૌથી વધુ વિકાસ ભારતના ઉત્તરપ્રદેશ, પશ્ચિમ ભંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં જોવા મળે છે. ભારતમાં લગભગ 14,477 કિમી લંબાઈના આંતરિક જળમાર્ગ આવેલા છે. એમાંથી 10,027 કિમી લાંબી નદીઓ અને 4438 કિમી લાંબી નહેરો જળમાર્ગ માટે ઉપયોગી છે. મુખ્ય આંતરિક જળમાર્ગો આ મુજબ છે :

(1) રાષ્ટ્રીય જળમાર્ગ-1 : ગંગા નદીમાં હલ્દિયાથી અલાહાબાદ સુધી જળવ્યવહાર થાય છે, જે 1620 કિમી લંબાઈ ધરાવે છે.

(2) રાષ્ટ્રીય જળમાર્ગ-II : આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે. તે ઘુબુરીથી નાદિયા સુધી ઉપયોગી છે, જે 891 કિમી લંબાઈ ધરાવે છે.

(3) રાષ્ટ્રીય જળમાર્ગ-III : કેરલ રાજ્યમાં આવેલી ઉદ્યોગમંડલ નહેર (250 કિમી), ચંપાકાર કેનાલ, અને કોટ્ટાપટ્ટનમ્ નહેર જળમાર્ગ પૂરો પાડે છે.

(4) રાષ્ટ્રીય જળમાર્ગ-IV : ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિમી લાંબો જળમાર્ગ, જે કાકિનાડા અને પુડુચેરી નહેર તથા કાલુવૈલી સરોવર પર બનેલ છે.

(5) રાષ્ટ્રીય જળમાર્ગ-V : બ્રહ્માણી નદી (ઓડિશા)ના તાલચર-ધમારા નહેર અને છરબતિયા-ધમારા જળમાર્ગ, જે 585 કિમી લંબાઈ ધરાવે છે.