- પાઠ 1 માનવ ભૂગોળ પરિચય વિભાગ A B D
- વિભાગ A
- મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે આ વિચારધારા એટલે .....
- નિયતીવાદ
- સામાન્ય ભૂગોળ પુસ્તક કોણે લખ્યું હતું ?
- બર્નાર્ડ વેરેનિયસે
- નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા ?
- કુમારી એલન સેમ્પલ અને એલ્સવર્થ હંટિંગ્ટન
- જીયોગ્રાફીયા જનરાલિસ્ પુસ્તક કોણે લખ્યું હતું ?
- બર્નાર્ડ વેરેનિયસે
- ઇતિહાસ પર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા ?
- એરિસ્ટોટલ, બકલ. હંબોલ્ટ, રીટર.
- નવનિયતિવાદની સ્વતંત્ર વિચારધારા કોણે રજૂ કરી હતી ?
- ગ્રીફિથ ટેઇલરે
- નીચેનામાંથી કયું સાંસ્કૃતિક તત્વ છે ?
- વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂર સંચાર, વ્યાપાર.
- માનવ ભૂગોળમાં કેન્દ્રસ્થાને કોણ છે ?
- માનવી
- પ્રસિદ્ધ ભૂગોળવેતા જીન બ્રુન્સ કયા દેશના હતા ?
- ફ્રેંચ
- વિભાગ B
- જીન બ્રુન્સે આપેલ માનવ ભૂગોળ ની વ્યાખ્યા જણાવો.
- 'માનવ ભૂગોળ એવાં બધાં જ તત્ત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે.”
- કયા સમયગાળાને સંશોધન યુગ કહે છે ?
- 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધનયુગ કહેવામાં આવે છે.
- સંભવવાદ શબ્દનો પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા ?
- સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે (Lucian Febvre)એ કર્યો હતો.
- સંશોધન યુગ કોને કહે છે ?
- 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધનયુગ કહેવામાં આવે છે.
- બધા જ પ્રકારની સંભાવના નો સ્વામી કોણ છે ?
- માનવ બધાજ પ્રકારની સંભાવનાઓનો સ્વામી છે.
- સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે ?
- સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે માનવસર્જિત ભાબતોનો સમાવેશ થાય છે.
- વેરેનીયસે ભૂગોળના કયા બે વિભાગ દર્શાવ્યા છે ?
- વેરેનિયસે ભૂગોળના (1) સામાન્ય ભૂગોળ અને (2) વિશિષ્ટ ભૂગોળ એ બે વિભાગ દર્શાવ્યા છે..
- વિભાગ D
- નિશ્ચયવાદ વિચારધારા સમજાવો.
- આ વિચારધારા મુજબ મનુષ્યની બપી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઈતિહાસ, માનવ સંસ્કૃતિ, જીવનશૈલી અને વિકાસની માત્રાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. આ વિચારપારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. હિપોક્રેટ્સ, એરિસ્ટોટલ, હિરોડોટ્સ, સ્ટ્રાબો વગેરે વિદ્વાનોએ માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવ્યો હતો. ત્યાર પછી કાન્ટ, હમ્બોલ્ટ, રીટર, કુમારી એલન સેમ્પલ તથા એલ્સવર્થ હંટીગ્ટન દ્વારા આ વિચારધારાને અનુમોદન પ્રાપ્ત થયું હતું. 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી હતી. કુમારી ઍલન સેમ્પલ તથા એલ્સવર્થ હંટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા.
- માનવ ભૂગોળના ત્રણ કાર્યો સ્પષ્ટ કરો.
- માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલાં ત્રણ કાર્યો કરે છે :
(1) માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિસંબંધી વિશ્લેષણ : અહીં માનવ વસ્તી તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંકળાયેલાં છે.
(2) પારિસ્થિતિક વિશ્લેષણ : અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે.
(3) પ્રાદેશિક સમન્વય : અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે.
- સંભવવાદ વિચારધારા સમજાવો.
- પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે. સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે (Lucian Febvre)એ કર્યો હતો. તેના મતાનુસાર માનવ સંભાવનાઓનો સ્વામી છે. પ્રકૃતિના તત્ત્વોના ઉપયોગ બાબતનો નિર્ણય માનવી જ કરે છે. ભુગોળવેત્તા વિડાલ-ડી-લા-બ્લાશે આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો.
- ભૂગોળના માનવ કલ્યાણલક્ષી અભિગમની ચર્ચા કરો.
- આ અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગવિગ્રહો, આતંકવાદ, માનવસર્જિત હોનારતો વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક-આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધાં જ સંસાધનો (સંપદાઓ) પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. સામાજિક ન્યાય (Social Justice)નો હેતુ પાર પાડી શકાય. માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને માનવકલ્યાણ સાધી શકાય માનવ ભૂગોળના અભિગમો વિશે રિટર, રેટઝેલ, હંટિંગ્ટન, બ્લાશ, બ્રુન્સ, ડિમાજિયાં, ફિચ, ટ્રેવાર્થા, ડિકન્સ, વ્હાઈટ વગેરે વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે.
- માનવ ભૂગોળના કાર્યો સમજાવો.
- નિશ્ચયવાદ વિચારધારા ચર્ચા કરો,
- વિભાગ E
- માનવ ભૂગોળના વિકાસની રૂપરેખા આપો.
- 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો. પરંતુ તેની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદ્દોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ મહત્ત્વ આપ્યું. તેના પરિણામે 'માનવ ભૂગોળ' શાખાનો ઉદ્ભવ થયો. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે.
- પ્રાકૃતિક તત્ત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ, સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવ થવાનાં કારણો, વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ, માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ •વગેરે પાસાઓનો અભ્યાસ માનવ ભૂગોળ દ્વારા થાય છે. પ્રકૃતિ અને માનવ અવિભાજય (Indivisible) તત્ત્વો છે બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભુગોળ કરે છે. પ્રસિદ્ધ ફ્રેંચ ભૂગોળવેત્તા જીન બ્રુન્સે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતાં કહ્યું છે : 'માનવ ભૂગોળ એવાં બધાં જ તત્ત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે.”
- એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રિટર વગેરે વિદ્વાનોએ 'ઈતિહાસ ઉપર ભૂમિના પ્રભાવ'ને મહત્ત્વ આપ્યું હતું. ત્યાર પછી રેટ્ઝેલ અને કુ. એલન સેમ્પલે ‘ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે.' તે સમજાવ્યું, જ્યારે હઁટિંગ્ટને સમાજ, સંસ્કૃતિ અને ઈતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યું. આ વિદ્વાનોના વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોને પ્રાધાન્ય આપે છે. માનવ ભૂગોળ એ ગત્યાત્મક (Dynamic) વિજ્ઞાન છે. માનવ ભૂગોળના વિષયવસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે.