Q. સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળ વિદ કોણ હતા ?
આર્યભટ્ટ
Q. ભારતનો પ્રવાસ કરીને તેની ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતું ?
ઈબ્ન-બતુતા
Q. ભારતના બે ભૂગોળવિદનું નામ જણાવો ?
આર્યભટ્ટ, વરાહમિહિર,,ભાસ્કરાચાર્ય,બ્ર્હ્મગુપ્ત
Q. ભૂગોળ શબ્દ નો અર્થ આપો ?
ભૂગોળ શબ્દ નો અર્થ પૃથ્વીનું વર્ણન કરવું એવું થાય.
Q. ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોત કયા-કયા છે ?
(1) ક્રમબધ્ધ અથવા પદ્ધતિસરના અભિગમ દ્વારા (2) પ્રાદેશીક અભિગમ દ્વારા
Q. ઔધ્યોગીક ક્રાંતિની શરુઆત કયા ખંડમાં થઈ હતી.
ઔધ્યોગીક ક્રાંતિની શરુઆત યુરોપ ખંડમાં થઈ હતી.
Q. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ્ કોણ છે ?
થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ્ ગણવામાં આવે છે.
Q. માનવ-ભૂગોળ વિશે ટૂંક નોંધ લખો.
પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડાં, કસબા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ-ભૂગોળમાં થાય છે.
સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભુગોળ, વસ્તી-વિષયક ભૂગોળ, ગ્રામીલ ભૂગોળ, શહેરી ભુગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભુગોળ, કૃષિ-ભુગોળ, વ્યાપાર અને પરિવહન-ભૂગોળ તથા રાજકીય ભૂગોળ વગેરે માનવ-ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે.
માનવ-ભુગોળ માનવવિકાસને આડે આવતાં ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે.
Q. હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે?
વસ્તીવધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ, પ્રદૂષણ, ઊર્જા, જળ-સંરક્ષણ, પર્યાવરણ-સંરક્ષણ વગેરે હાલની વૈશ્વિક સમસ્યાઓ છે.
Q. વસ્તી-ભૂગોળ એટલે શું?
માનવ-ભૂગોળની એક પેટાશાખા વસ્તી-ભૂગોળ (Population Geography) છે. વસ્તી-ભૂગોળમાં વસ્તીગીચતા, વસ્તીવધારાના પ્રશ્નો ઉપરાંત વસ્તીનું સ્થાનીયકરણ અને સ્થળાંતરણ વગેરે બાબતોને સમજાવતા ભૂગોળને વસ્તી-ભૂગોળ કહે છે.
Q. સમુદ્ર-વિજ્ઞાન એટલે શું?
મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી-ઓટ, મહાસાગરી- ધર ઊંડાઈ, મહાસાગરોનાં સ્થાન, પ્રવાહો, સમુદ્રતળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જળની તારતા ઉપરાંત મહાસાગરોની માનવજીવન પર થતી અસરોનું અભ્યાસ કરતા વિજ્ઞાનને સમુદ્ર-વિજ્ઞાન કહે છે.
Q. પ્રાદેશિક ભૂગોળની મુખ્ય ઉપશાખાઓ જણાવો.
પ્રાદેશિક ભુગોળની મુખ્ય ઉપશાખાઓ નીચે પ્રમાણે છે.
(1) પ્રાદેશિક અધ્યયન (Regional study)
(2) પ્રાદેશિક વિશ્લેષણ (Regional analysis)
(3) પ્રાદેશિક વિકાસ (Regional development)
(4) પ્રાદેશિક આયોજન (Regional planning)
Q. ભૂગોળની મુખ્ય પ્રશાખાઓ વિશે જણાવો.
ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળના ચાર પેટાવિભાગો નીચે મુજબ છે :
1. ભૌતિક ભુગોળ (Physical Geography)
2. જૈવિક ભૂગોળ (Bio-geography)
3. માનવ-ભૂગોળ (Human Geography)
4. ક્રિયા /તફનિક (ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ) (Geographical Methods and Techniques)
1. ભૌતિક ભુગોળના પેટાવિભાગો: ભૂ-સ્વરૂપ-વિજ્ઞાન, સમુદ્ર-વિજ્ઞાન, આબોહવા-વિજ્ઞાન, જમીન-વિજ્ઞાન અને જળવિજ્ઞાન:
2. જૈવિક ભૂગોળના પેટાવિભાગો : પારિસ્થિતિક ભૂગોળ, વનસ્પતિ-ભૂગોળ, પર્યાવરણીય ભૂગોળ અને પ્રાણી-ભુગોળ.
૩. માનવ-ભૂગોળના પેટાવિભાગો : સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, વસ્તી-વિષયક ભૂગોળ, રાજકીય ભૂગોળ અને આર્થિક ભૂગોળ.
4. ક્રિયા / તફનિક (ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ)ના ના પેટાવિભાગો : નકશાનિર્માણ, માત્રાત્મક તકનિક, ક્ષેત્રિય સર્વેલલ અને ભૌગોલિક માહિતી.
પ્રાદેશિક ભૂગોળની મુખ્ય ઉપશાખાઓ નીચે પ્રમાણે છેઃ
(1) પ્રાદેશિક અવ્યયન, (2) પ્રાદેશિક વિશ્લેષણ, (3) પ્રાદેશિક વિકાસ અને (4) પ્રાદેશિક આયોજન,
Q. ભૌતિક ભૂગોળના પેટાવિભાગો જણાવી, તેમનું ટૂંકમાં વર્ણન કરો.
ભૌતિક ભૂગોળને પાંચ પેટાવિભાગોમા વહેચવામાં આવે છે: (1) ભૂ-સ્વરૂપ-વિજ્ઞાન કે શાસ્ત્ર, (2) આબોહવા-વિજ્ઞાન, (3) સમુદ્ર-વિજ્ઞાન, (4) જમીન-વિજ્ઞાન અને (5) જળવિજ્ઞાન.
ભૂ-સ્વરૂપ-વિજ્ઞાનમાં પૃથ્વીસપાટી સ્તરનાં ભૂમિસ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે.
આબોહવા-વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, વાતાવરલના ઘટકો અને તેનાં તત્ત્વો જેવાં કે તાપમાન, હવાનું દબાલ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનોનો અભ્યાસ થાય છે.
સમુદ્ર-વિજ્ઞાન મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી-ઓટ, મહાસાગરોની
ઊંડાઈ, મહાસાગરોના સ્થાન, પ્રવાહો, સમુદ્રતળનું ભૂપૃષ્ઠ. સમુદ્રજળની ક્ષારતા તથા મહાસાગરોની માનવજીવન પર થતી અસરોનો અભ્યાસ કરે છે.
જમીન-વિજ્ઞાનમાં જમીનના પ્રકાર, નિર્માલ, વિતરણ, તેના લક્ષણો, ઉપયોગિતાનો અભ્યાસ થાય છે.
જળવિજ્ઞાન મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરેની જળરાશિ અને તેની ભૂમિકા વિશે અભ્યાસ કરે છે.
Q. વિશ્વના મહાન ભૂગોળવિદોનું પ્રદાન સમજાવો.
ભૂગોળ વિષયને વધુ મહત્ત્વપૂર્ણ બનાવનારા મોટા ભાગના
ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસ દેશના હતા.
આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું. ગ્રીક ભૂગોળવિદ થેલ્સે ઈ. સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં પૃથ્વીનાં કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ક્લોડિયસ ટોલેમીએ પૃથ્વીના અક્ષાંશવૃત્તો-રેખાંશવૃત્તો અને દેશોના ભૌગોલિક સ્થાન વિશે માહિતી રજૂ કરી હતી.
રોમન ભૂગોળવિદ સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું.
અંગે અને વરાહમિહિરે પૃથ્વીના → ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ વ્યાસ-સંબંધી વિગતો રજૂ કરી હતી.
ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણ-સંબંધી માહિતી આપી અને બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ-વિષયક ગ્રંથોની રચના કરી હતી.
ઈબ્ન-બતૂતા નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈ, અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી.
નવા જળમાર્ગોની શોધ કરનારા મહાન મુસાફરોએ પૃથ્વીના ભીતિક સ્વરૂપ, દેશોના સ્થાન, મહાસાગરો તથા વિશ્વના દેશોના લોકજીવનની માહિતી આપી.
જર્મનીના એ. વી. લંબોલ્ટ, કાર્લરિટર, ઈમેન્યુએલ કાન્ટ અને કેડરિક રેટ્ઝલ વગેરે ભુગોળવિદોએ ભુગોળના વિષયવસ્તુ અંગે વિચારો પ્રસ્થાપિત કર્યા.
21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ-ભૂગોળને એકસરખું મહત્ત્વ પ્રાપ્ત થયું.
1960થી 1970ના દશકામાં ભૂગોળમાં માત્રાત્મક પ્રવિધિ અને અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ શરૂ થયો.
Q. વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે.
વ્યક્તિનિર્માણ માટે અથવા માનવીના સશક્તીકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. ખેતી, વ્યાપાર, પરિવાન, ઉદ્યોગોની સ્થાપના અને તેના વિકાસ માટે ભુગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે.
વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે વિશ્વબંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ કેળવાય, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન માટે ભુગોળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
વ્યાપાર, સંરયણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યાવહારિક જરૂરિયાત છે.
વિશ્વના દેશો-દેશો વચ્ચેના આંતર-અવલંબનની સમજ ભુગોળ આપે છે.
કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર તથા દુષ્કાળમાં પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન ભુગોળ આપે છે.
વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઊર્જા, જળ-સંરક્ષણ, પ્રદૂષણ, વસ્તીવધારો, ઘટતાં જંગલી, ગરીબી, આતંકવાદ વગેરેનો ઉકેલ ભૂગોળ વિષય સૂચવે છે.
વ્યક્તિમાં સુક્ષ્મ અવલોકન કરવાની, તારલી કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિયાયો બાંધવા વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે.
ભુગોળ નાગરિકને વિશ્વનાગરિક બનાવી શકે છે. ભૂગોળના અભ્યાસથી પ્રવાસ, પ્રદર્શન અને વાર્તાલાપો સમજી શકીએ છીએ તેમજ પત્રમૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે.
નકશાવાચન, નકશાપુરણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન અને હવાના દબાણનું માપન કરવાની ક્ષમતાઓ વિકસાવવામાં ભુગોળ મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભૌગોલિક ઘટનાઓ વડે કાર્યકારણ-સંબંધ કેળવવાની માનસિક ભ્રમતા કેળવાય છે.
મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરશ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે, જેથી વ્યક્તિની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય છે.
આપણા ભવ્ય અને ગીરવપુર્ણ અતિતને જાણવા તેમજ સાંસ્કૃતિક વારસાને સમજવા માટે ભુગોળનું જ્ઞાન અતિ આવશ્યક છે. સમગ્ર વિશ્વ એક પરિવાર છે' તેવી ભાવના ભુગોળ વડે જ ચરિતાર્થ થઈ શકે છે. તેથી પ્રવર્તમાન સમયમાં ભૂગોળ વિષયનું જ્ઞાન આવશ્યક છે
Q. ભુગોળનો અર્થ સમજાવી તેના વિષયવસ્તુની ચર્ચા કરો
ભુગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે.
પૃથ્વીસપાટીનું પદ્ધતિસર વર્ણન કરતુ વિજ્ઞાન એટલે ભૂગોળ, ભુગોત્ર માટે Geography શબ્દ સૌપ્રથમ ઈ. સ. પૂર્વેની બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થિનિસે પ્રયોજ્યો હતો. લેટિન ભાષામાં Geo (જિઓ) શબ્દનો અર્થ પૃથ્વી અને Graphita (ગ્રાડિયા) શબ્દનો અર્થ વર્ણન કરવું થાય છે. તેથી ભુગોળ' એટલે પૃથ્વીનું વર્ષ કરનાર વિજ્ઞાન.
કેટલાક ભૂગોળવિ ભૂગોળના સમગ્ર વિષયવસ્તુને આ ત્રણ ટૂંકા પ્રશ્નો કે સાત શબ્દોમાં વર્ણવે છે : શું છે? (What is ?) ક્યાં છે? (Where is ?) અને શા માટે છે.? (Why it is?)
ભૂગોળનું કાર્યક્ષેત્ર પૂથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે બે પરિબળોનો અભ્યાસ થાય છે: પ્રાકૃતિક પરિબળો કે તત્ત્વો અને સાંસ્કૃતિક તત્વો. આ બંને પરિબળોને માનવના સંદર્ભે તપાસવામ આવે છે.
ભૂગોળમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણનો સમાવેશ થાય છે. તેથી કહી શકાય કે આ પાંચ આવરણોની અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ, ભૂગોળ એક વિકસતું વિજ્ઞાન હોવાથી તેના અભ્યાસક્ષેત્રમાં અનેક નવી નવી વિગતો અને બાબતોનો ઉમેરો થતો જાય છે. કારેિટર નામના જર્મન ભૂગોળવિદે કહ્યું છે કે; ભૂગોળનો અભ્યાસ પૃથ્વીસપાટીએથી શરૂ થાય છે. પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સં